IPL 2024 : ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, આ ટીમની થઈ ટોપ-4માં એન્ટ્રી

IPL 2024 : ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, આ ટીમની થઈ ટોપ-4માં એન્ટ્રી

IPL 2024 : ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, આ ટીમની થઈ ટોપ-4માં એન્ટ્રી

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2024ની 29મી મેચ બાદ આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. સીએસકે આ મેચમાં મુંબઈને 20 રનથી હાર આપી ટૉપ-4માં પોતાની સ્થિતિ મજબુત કરી લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 8 અંકની સાથે ત્રીજા સ્થાન પર છે. રવિવારના રોજ ડબલ હેડર મેચ હતી. રવિવારના દિવસની પ્રથમ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હારની સાથે લખનૌ ટોપ-4માંથી બહાર થઈ ગઈ છે.

 

તેની આ હારથી હૈદરાબાદને ફાયદો થયો છે અને રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે ટૉપ-4માં એન્ટ્રી થઈ ગઈ છે.

મુંબઈ ઈન્ડિયન્સની 6 મેચમાં આ ચોથી હાર

મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચમાં મુંબઈની હાર થઈ છે. ટીમને નુકસાન થયું છે. મુંબઈ 7માં સ્થાનથી 8માં સ્થાન પર આવી ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની 6 મેચમાં આ ચોથી હાર છે. તો દિલ્હી અને બેંગ્લુરુની ટીમ આઈપીએલના 2024ના પોઈન્ટ ટેબલમાં બોટમ-2માં છે. દિલ્હી 9માં તો આરસીબી 10માં સ્થાને છે.

રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટની સાથે નંબર વન પર

જો આપણે આખું પોઈન્ટ ટેબલ જોઈએ તો, રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટની સાથે નંબર વન પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટની સાથે બીજા નંબર પર, ચેન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ ત્રીજા સ્થાને ત્યારબાદ ક્રમશ ટીમ જોઈએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટસ, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ,મુંબઈ ઈનિડ્યન્સ,દિલ્હી કેપિટ્લસ અને રોયલ ચેલેજર્સ બેંગ્લુરુની ટીમ છેલ્લા સ્થાને છે.

આજે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને હૈદરાબાદની મેચ છે. આજે બેગ્લુરું માટે મહત્વની મેચ છે. ટીમ 6માંથી માત્ર એક જ મેચ જીતી ચૂકી છે. જો આજે ટીમને હાર મળી તો પ્લેઓફમાં પહોંચવા માટે મુશ્કિલ થઈ શકે છે. આજે વિરાટે પોતાના શાનદાર પ્રદર્શન સાથે ટીમને જીત અપાવવી પડશે.

આ પણ વાંચો : IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં રોહિત શર્માએ લગાવી લાંબી છલાંગ, આ ભારતીય પાસે છે પર્પલ કેપ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Related post

IPL 2024: વરસાદે શુભમન ગિલની આશા પર પાણી ફેરવ્યું, ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણે જ થયું બહાર

IPL 2024: વરસાદે શુભમન ગિલની આશા પર પાણી ફેરવ્યું,…

IPL 2024માં ગત સિઝનની રનર-અપ ગુજરાત ટાઈટન્સની સફર પૂરી થઈ ગઈ છે. અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની ‘કરો યા મરો’…
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ કુમાર મોદીનું કેન્સરથી નિધન

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ કુમાર…

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. 72 વર્ષની વયે તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં…
IPL 2024: KL રાહુલ LSG છોડશે? સંજીવ ગોયન્કા સાથેના વિવાદ બાદ આવ્યા મોટા સમાચાર

IPL 2024: KL રાહુલ LSG છોડશે? સંજીવ ગોયન્કા સાથેના…

જ્યારથી લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ ટીમના કેપ્ટન કેએલ રાહુલને ખુલ્લેઆમ ઠપકો આપ્યો છે ત્યારથી ઘણી અટકળો ચાલી રહી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *