આજનું હવામાન : કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત ! ભારે પવનના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

કાળઝાળ ગરમી વચ્ચે આજે થોડી રાહત મળે તેવી સંભાવના છે. આજે બુધવારે ગુજરાતમાં ગરમીના ત્રાસ વચ્ચે થોડી રાહત મળી શકે છે.ગુજરાતવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે.આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગનું અનુમાન છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં 25 – 30 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. જો કે આ સાથે જ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

વરસાદની આગાહી

આ સાથે જ ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. જે મુજબ આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, ખેડા, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, પંચમહાલ, કચ્છ, આણંદ, અમરેલી સહિતના 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા, સાંસદ ગેનીબેન ઠાકોરનો ભાજપ પર મોટો આરોપ

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા, સાંસદ ગેનીબેન…

ગુજરાતમાં ભાજપની સતત ત્રીજી વખતની ક્લીન સ્વીપ પર રોક લગાવનારા કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હવે એક્ટિવ મોડમાં આવી ગયા છે.…
શેરબજારમાં મોટી કમાણી, સોલાર કંપનીના Bonus Share વડે શેરધારકો બન્યા કરોડપતિ, જાણો કઈ રીતે

શેરબજારમાં મોટી કમાણી, સોલાર કંપનીના Bonus Share વડે શેરધારકો…

સોલર કંપની KPI ગ્રીન એનર્જીનો શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ…
બસ છેલ્લી વાર…હવે નહીં માંગીએ, પાકિસ્તાન ફરી પહોંચ્યું ભીખ માંગવા

બસ છેલ્લી વાર…હવે નહીં માંગીએ, પાકિસ્તાન ફરી પહોંચ્યું ભીખ…

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે તેમના લોકોને વચન આપ્યું છે કે તેમની સરકાર પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું બેઠી કરશે. વિદેશી ભંડોળ અને બેલઆઉટ પેકેજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *