હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગષ્ટ મહિના દરમિયાન ખેડૂતો માટે આપ્યો આ વરતારો- વાંચો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગષ્ટ મહિના દરમિયાન ખેડૂતો માટે આપ્યો આ વરતારો- વાંચો

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ઓગષ્ટ મહિના દરમિયાન ખેડૂતો માટે આ વરતારો આપ્યો છે. અંબાલાલે ખેડૂતો માટે ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો ન કરવા જણાવ્યુ છે. આવુ કરવાથી પાક પીળો પડી શકે છે. ઓગષ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે પૂરની સ્થિતિ બની શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઝાકળી વરસાદ ને કારણે આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. 30 જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ઓગષ્ટના ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થશે.

ઓગષ્ટ મહિનામાં સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળા વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ પડી શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી સારો વરસાદ થશે. ઓગષ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવી શકે છે. 16 થી 22 ઓગષ્ટમાં વરસાદ આવી શકે છે.

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Dakshin Healthcare Summit 2024: :’દક્ષિણ હેલ્થકેર સમિટ 2024′ 3 ઓગસ્ટે હૈદરાબાદમાં શરૂ થશે, TV9 નેટવર્ક પર લાઈવ

Dakshin Healthcare Summit 2024: :’દક્ષિણ હેલ્થકેર સમિટ 2024′ 3…

આપણા દેશમાં હેલ્થકેર સેક્ટરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રાઉન્ડબ્રેકિંગ ઇનોવેશન્સ પડકારો તેમજ અસંખ્ય તકો લાવે છે. TV9 નેટવર્ક…
Antivirus App : સરકારનું આ ફ્રી ‘રક્ષા કવચ’ તમને વાયરસના હુમલાથી બચાવશે, આ રીતે કરો ડાઉનલોડ

Antivirus App : સરકારનું આ ફ્રી ‘રક્ષા કવચ’ તમને…

Antivirus app : ફોન પર Malware અને Virus એટેક ચિંતાનો વિષય છે. કેટલીકવાર આપણે કોઈ એવી ભૂલ કરીએ છીએ કે જેના…
ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર ડિટેઇન કરતા BJPના બક્ષીપંચ મોરચાએ કર્યા ધમપછાડા, પોલીસને  બાનમાં લેવાની કરી કોશિશ

ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર ડિટેઇન કરતા BJPના બક્ષીપંચ…

રાજકોટના કિસાનપરા ચોકમાં શુક્રવારે ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી હતી એ દરમિયાન બે કાર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પસાર થતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *