સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા સારા સમાચાર, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે કર્યો વધારો

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા સારા સમાચાર, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે કર્યો વધારો

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા સારા સમાચાર, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે કર્યો વધારો

સાબરડેરીએ પશુપાલકોને માટે સારા સમાચાર આપ્યા છે. પ્રતિકિલો ફેટ દીઠ દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાડા ત્રણેક લાખ કરતા વધારે પશુપાલકોને મળશે. હાલમાં જ સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યા બાદ હવે દૂધના ખરીદ ભાવમાં વધારો કરાતા ગ્રામ્ય વિસ્તારમાં મોટી રાહત સર્જાઈ છે.

નવા ભાવનો અમલ આગામી 1 ફેબ્રુઆરીથી આવનાર હોવાનુ સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે મીડિયાને જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, ગણતંત્ર અને રામ મંદિર મહોત્સવને લઈને આ ભાવમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવો વધારો જાહેર કરવાનો નિર્ણય પશુપાલકોએ પણ વધાવી લીધો હતો.

10 રુપિયા ભાવ વધારો

મીડિયાને અપાયેલ સમાચાર મુજબ પ્રતિકિલો ફેટે 10 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે અત્યાર સુધી ભેંસના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ દીઠ 840 રુપિયા હતો. જે વધીને હવે પ્રતિ કિલો ફેટ દીઠ રુપિયા 850 થવા પામ્યો છે. જ્યારે ગાયના દૂધના સમતુલ્ય ભાવ પ્રતિ કિલો ફેટ દીઠ હવે નવા ભાવ મુજબ 370.50 રુપિયા ચુકવવામાં આવશે. જેની અસર આગામી સપ્તાહથી થશે. એટલે કે પહેલી ફેબ્રુઆરીથી નવા ભાવ અમલમાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ

પ્રતિ મહિને સાબરડેરી દ્વારા 6 કરોડ રુપિયા કરતા વધારે રકમ પશુપાલકોને ચુકવવામાં આવશે. જે એક મોટી રકમ પશુપાલકોમાં દૂધ ખરીદીના રુપમાં વહેંચાશે. આમ પશુપાલકોની આવકમાં અને આર્થિક મદદમાં એક મોટી અસર રુપ જોવામાં આવે છે.

ચૂંટણીની તૈયારીઓ

હવે સાબરડેરીની ચૂંટણીની તૈયારીઓ શરુ કરાઈ છે. ટૂંક સમયમાં જ સાબરડેરીની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા જ સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. આ માટે ગત દિવાળી બાદથી તૈયારીઓ શરુ કરવામાં આવી હતી. ચૂંટણી યોજવા માટે નિયામક મંડળે ગત નવેમ્બર માસમાં જ જરુરી કાર્યવાહી કરી હતી.

આમ ફેબ્રુઆરીમાં સાબરડેરીની ચૂંટણીનો માહોલ સહકારી રાજકારણમાં ગરમાવો લાવી દેશે. આ માટે મેન્ડેટ મેળવવા માટે અત્યારથી જ કમરકસવાની શરુઆત થઈ ચૂકી છે. જોકે પશુપાલકો બંને જિલ્લાની આર્થિક કરોડરજ્જૂ સમાન સહકારી સંસ્થાને માટે સૂઝબૂઝ અને પશુપાલકોના હિતોનું રક્ષણ કરે એવા ઉમેદવારોને માટે આશા રાખી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું અપમાન કરાવવા, એક રાતનું ભાડું છે 20 હજાર રૂપિયા

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું…

લોકો ઘણીવાર શાંતિની શોધમાં હોટલોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જઈને લોકો…
શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી રીતે તીખાશ કરશો ઓછી

શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી…

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન…
અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ

અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2…

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *