વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું પ્રથમ આર્કિયો મ્યુઝિયમ- જાણો શું છે વિશેષતા- Video
- GujaratOthers
- September 17, 2024
- No Comment
- 1
મહેસાણાના વડનગર ખાતે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિમની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. માત્ર 10 ટકા જેટલું કામ હવે બાકી છે. મહત્વનું છે, આ મ્યુઝિયમ અંદાજિત 4 મહિનાના સમયગાળામાં લોકો માટે ખુલ્લું મૂકાઇ શકે છે. આપને જણાવી દઇએ, આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમ 7 સદીના કલ્ચરની પ્રતીતિ કરાવશે. સાથે, વડનગરના વર્ષો જૂના ઇતિહાસથી લોકોને માહિતીગાર કરશે. એટલું જ નહીં, 2800 વર્ષ જૂના વારસાને આ મ્યુઝિયમ થકી ઉજાગર કરાશે.
આ, આર્કિયો મ્યુઝિયમના સ્ટ્રકચરની વાત કરીએ તો તેની ઉંચાઇ 21 મીટર જેટલી છે. 3 માળની આ ઇમારત 326 પિલ્લર પર ઉભી કરાઇ છે. જેના માટે 13 હજાર 525 ફૂટ એરિયાનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત, 250 ટન જેટલા લોખંડ પણ વપરાયુ છે. આ મ્યુઝિયમની કામગીરીમાં વપરાશ કરાયો છે. હાલ, આ મ્યુઝિયમની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જલ્દી જ દેશ-વિદેશના પ્રવાસીઓનો જમાવડો પણ અહીં જોવા મળી શકે છે.