Yes Bank Share: શું શેરની કિંમત 100 રૂપિયા સુધી વધી શકે છે? નિષ્ણાતોનો આપ્યો અભિપ્રાય

Yes Bank Share: શું શેરની કિંમત 100 રૂપિયા સુધી વધી શકે છે? નિષ્ણાતોનો આપ્યો અભિપ્રાય

Yes Bank Share: શું શેરની કિંમત 100 રૂપિયા સુધી વધી શકે છે? નિષ્ણાતોનો આપ્યો અભિપ્રાય

આગામી પાંચ વર્ષ સુધી યસ બેંકના શેર ધરાવતા રોકાણકારો જંગી નફો કમાઈ શકે છે. એવું ટેકનિકલ એનાલિસ્ટ પ્રકાશ ગાબાનું કહેવું છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં યસ બેન્કના શેર 100 રૂપિયાના ભાવે પહોંચી શકે છે. યસ બેંકના શેરમાં આજે 24.07 INR +0.45 (1.91%) વધારો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે રૂ. 100ના લક્ષ્યાંક ભાવ પ્રમાણે રોકાણકારો વર્તમાન સ્તરથી લગભગ 325 ટકા જેટલો મોટો નફો કરી શકે છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 74,031 કરોડ છે.

Yes Bank પર નિષ્ણાતનો અભિપ્રાય શું છે?

સીએનબીસી આવાઝ પર દર્શકોના પ્રશ્નના જવાબમાં ગાબાએ કહ્યું કે યસ બેંકના ચાર્ટ મુજબ, બોટમ આઉટ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે સ્પષ્ટ નથી. જોકે, ગાબાએ જણાવ્યું હતું કે મંગળવારે રૂ. 23.67 પર બંધ થયેલો સ્ટોક બ્રેકઆઉટ શરૂ કરવા માટે મંથલી ટાઇમ ફ્રેમમાં રૂ. 30થી ઉપર બંધ થવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે પણ આવું થશે (રૂ. 30થી ઉપરનું બ્રેકઆઉટ), સ્ટોક રૂ. 100 પર જશે, પરંતુ તેમાં 5 વર્ષ લાગી શકે છે.

યસ બેંકના શેરનું પ્રદર્શન કેવું રહ્યું?

છેલ્લા એક મહિનામાં યસ બેંકના શેરમાં 6 ટકાથી વધુનો વધારો થયો છે. શેરે છેલ્લા 6 મહિનામાં લગભગ 17 ટકા વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 4 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 44 ટકા નફો થયો છે.

1 વર્ષમાં બેંકના શેર 44% વધ્યા છે

છેલ્લા એક વર્ષમાં યસ બેંકના શેરમાં 44 ટકાથી વધુનો વધારો થયો છે. 12 જૂન, 2023ના રોજ યસ બેંકના શેર રૂ. 16.40 પર હતા. ખાનગી ક્ષેત્રની બેંકનો શેર 11 જૂન, 2024 ના રોજ રૂ. 23.63 પર બંધ થયો હતો. તે જ સમયે, છેલ્લા 6 મહિનામાં, યસ બેંકના શેરમાં લગભગ 11% નો વધારો જોવા મળ્યો છે. યસ બેન્કના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 32.81 છે. તે જ સમયે, બેંક શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર 14.10 રૂપિયા છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી યસ બેન્કના શેર પર વેચાણનું રેટિંગ જાળવી રાખ્યું છે.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *