Video : PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની જાણકારી મેળવી, કેન્દ્ર સરકાર તરફથી સહયોગની આપી ખાતરી

Video : PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની જાણકારી મેળવી, કેન્દ્ર સરકાર તરફથી સહયોગની આપી ખાતરી

મેઘરાજાએ ગુજરાતને ધમરોળતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં જીવન જરુરીયાતની વસ્તુઓ, પીવાના પાણી માટે લોકોને વલખા મારી રહ્યાં છે. ગુજરાતમાં મેઘ તાંડવ થતા PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને વરસાદની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે.

 

રાહત બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી છે. નાગરિકોના જાનમાલ અને પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી છે. PM મોદી ગુજરાતની સતત ચિંતા અને સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યાં હોવાનું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે. આ સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે.કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.

Related post

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ કાર, એક લીટરમાં 28 કિમી સુધી દોડશે આ કાર!

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ…

આજકાલ, પેટ્રોલ કાર સારી માઈલેજ આપી રહી છે અને હાઇબ્રિડ ટેક્નોલોજીના આગમન સાથે ખેલ સંપૂર્ણ બદલાઈ ગયો છે. હાલમાં તમારી પેટ્રોલ…
TATA Invest Plan:  ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન, 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની, આ શેરમાં આવશે વધારો!

TATA Invest Plan: ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન,…

દેશની તમામ મોટી કંપનીઓ આગામી કેટલાક વર્ષો માટે ન્યૂ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં ચાલી રહેલા રિ-ઇન્વેસ્ટ 2024…
Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર થયો ફ્યુઝ, એક્સપર્ટે કહ્યું: ભાવ વધશે

Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર…

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર તોફાની ઉછાળો જોવા મળ્યો અને પહેલીવાર સેન્સેક્સ 83000ના આંકને પાર કરી બંધ થયો.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *