![Vadodara : ટાવર રોડ વિસ્તારમાં લાગી ભીષણ આગ, 2 વાહન, 5 દુકાનો બળીને ખાખ, જુઓ Video](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/198629-vadodara-897589610107-432111675-680579031290673408084167052814-162843427.jpg)
Vadodara : ટાવર રોડ વિસ્તારમાં લાગી ભીષણ આગ, 2 વાહન, 5 દુકાનો બળીને ખાખ, જુઓ Video
- GujaratOthers
- June 21, 2024
- No Comment
- 7
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતના વડોદરામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના ટાવર રોડ પર પાંચ દુકાનોમાં આગ લાગી. બે વાહનો અને 5 દુકાનો સહિત મકાનોમાં આગ લાગી.
આગ લગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા હતા .5 દુકાનોમાંથી એક મેડિકલ સ્ટોરમાં પણ આગ લાગી હતી. આગ લાગવાથી મેડિકલ સ્ટોરમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો છે. જો કે આગ લાગવાનું કારણ અકબંધ બંધ છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જો કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈ જાનહાનિની થઈ નથી.