Upcoming IPO : આગામી સપ્તાહમાં 8 IPOમાં નાણાં રોકવાની તક મળશે, જાણો યોજનાઓ વિશે

Upcoming IPO : આગામી સપ્તાહમાં 8 IPOમાં નાણાં રોકવાની તક મળશે, જાણો યોજનાઓ વિશે

Upcoming IPO : આગામી સપ્તાહમાં 8 IPOમાં નાણાં રોકવાની તક મળશે, જાણો યોજનાઓ વિશે

Upcoming IPO : રોકાણકારોને આવતા સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં રોકાણની ઘણી તકો મળવાની છે. આગામી સપ્તાહે, રોકાણકારો કુલ 8 IPOમાં તેમના નાણાંનું રોકાણ કરી શકે છે જેમાંથી 5 SME સેગમેન્ટના છે.

Dee Development Engineers, Akme Fintrade અને Stanley Lifestyles ના ઈશ્યુ મેઇનબોર્ડ સેગમેન્ટમાં આવવાના છે. આ ઉપરાંત SME સેગમેન્ટમાં Medicamen Organics, Dindigul Farm Product, GEM Enviro Management, Durlax Top Surface અને Falcon Technoprojectsના ઈશ્યુ આવશે. એટલું જ નહીં આગામી સપ્તાહમાં Ixigoનો સ્ટોક શેરમાર્કેટમાં લિસ્ટ થશે. આ ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

આગામી સપ્તાહમાં આ IPO આવશે

  • Dee Development Engineers : ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સનો ઇશ્યૂ 19 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો 21 જૂન સુધી તેમની અરજી સબમિટ કરી શકે છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 193-203 છે. એટલે કે રોકાણકારો ઓછામાં ઓછા 73 શેર માટે અરજી કરી શકે છે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરના આધારે કંપની બજારમાંથી રૂપિયા 418 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. 50 ટકા ઇશ્યૂ QIB માટે છે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે છે. કંપની ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ લોનની ચુકવણી માટે પણ કરશે.
  • Akme Fintrade : આ IPO 19મી જૂને ખુલશે અને 21મી જૂને બંધ થશે. IPO માટે પ્રાઇસ બેન્ડ 114-120 રાખવામાં આવી છે. ઈસ્યુમાં માત્ર નવા શેર જ ઈશ્યુ કરવામાં આવશે. ઓફર હેઠળ રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા 1.1 કરોડ શેર વેચવામાં આવશે.
  • Stanley Lifestyles :  લક્ઝરી ફર્નિચર બ્રાન્ડનો ઇશ્યૂ 21 જૂને ખુલશે. કંપનીની પ્રાઇસ બેન્ડ 351-369 રાખવામાં આવી છે. અને લોટ સાઈઝ 40 શેર છે. કંપની ઈશ્યુ દ્વારા રૂપિયા 537 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. 200 કરોડનો નવો ઈશ્યુ અને 91.34 લાખ શેરના વેચાણની ઓફર છે. કંપની એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ નવા સ્ટોર્સ ખોલવા, કેટલાક જૂના સ્ટોર્સમાં સુધારો કરવા અને નવા મશીનો ખરીદવા માટે કરશે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : Share Market Holiday : સતત ત્રણ દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં, સોમવારે બકરી ઈદની રજા રહેશે

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *