Tata Steel, HDFC AMC જેવી 14 કંપનીઓ પર રોકાણકારોની નજર, આ અઠવાડિયામાં રેકોર્ડ, Bonus, Stock Split ની છે તારીખ

Tata Steel, HDFC AMC જેવી 14 કંપનીઓ પર રોકાણકારોની નજર, આ અઠવાડિયામાં રેકોર્ડ, Bonus, Stock Split ની છે તારીખ

Tata Steel, HDFC AMC જેવી 14 કંપનીઓ પર રોકાણકારોની નજર, આ અઠવાડિયામાં રેકોર્ડ, Bonus, Stock Split ની છે તારીખ

હાલના Business week દરમિયાન, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ, HDFC એસેટ મેનેજમેન્ટ સહિત બજારની ઘણી કંપનીઓના ડિવિડન્ડ, રાઇટ્સ ઇશ્યૂ, સ્ટોક સ્પ્લિટ, બોનસ ઇશ્યૂની મહત્વપૂર્ણ તારીખો નજીક આવી રહી છે. જેના પર તમારે નજર રાખવી જોઈએ.

ડિવિડન્ડ

  • HDFC એસેટ મેનેજમેન્ટ

HDFC એસેટ મેનેજમેન્ટ કંપનીએ શેર દીઠ રૂપિયા 70નું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જેની રેકોર્ડ તારીખ 18 જૂન છે.

  • બેંક ઓફ ઈન્ડિયા

બેંક ઓફ ઈન્ડિયાએ શેર દીઠ રૂપિયા 2.80નું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જેની રેકોર્ડ તારીખ 18 જૂન છે.

  • ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન

ટાટા ગ્રુપની કંપની ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને શેર દીઠ રૂપિયા 28ના દરે ડિવિડન્ડ આપવાની યોજના બનાવી છે. જેની એક્સ ડેટ 18મી જૂન છે.

  • લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ

લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ કંપનીએ શેર દીઠ રૂપિયા 2.5નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જેની રેકોર્ડ ડેટ 18મી જૂન છે.

  • ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરેના

ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરેનાએ શેર દીઠ રૂપિયા 3.50ના ડિવિડન્ડની ચુકવણીની જાહેરાત કરી છે. જેની રેકોર્ડ ડેટ 19 જૂન નક્કી કરવામાં આવી છે.

  • LTE માઇન્ડટ્રી

LTE Mindtree કંપનીએ શેર દીઠ રૂપિયા 45 પર રેકોર્ડ ડેટ નક્કી કરી છે, જેની રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટ 19 જૂન છે.

  • સાગર સિમેન્ટ્સ શેર

સાગર સિમેન્ટે શેર દીઠ રૂપિયા 0.70નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જેની એક્સ ડેટ અને રેકોર્ડ ડેટ 19મી જૂન છે.

  • ટાટા સ્ટીલ

ટાટા સ્ટીલે શેર દીઠ રૂપિયા 3.60ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જેની રેકોર્ડ ડેટ 21મી જૂન છે.

  • ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ

ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂપિયા 1.65ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જેની એક્સ ડેટ અને રેકોર્ડ ડેટ 21મી જૂન જ છે.

  • રાઇટ્સ ઇશ્યૂ

રિયલ એસ્ટેટ ડેવલપર કંપની શોભાએ રૂપિયા 1,641ના પ્રીમિયમ પર 6:47ના રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી હતી. જેના માટે રેકોર્ડ ડેટ 19 જૂન નક્કી કરવામાં આવી છે.

  • ક્ષિતિજ પોલિલાઇન

ક્ષિતિજ પોલિલાઇન કંપનીએ તેના રોકાણકારો માટે રૂપિયા 4.40ના પ્રીમિયમ પર 4:5 રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી હતી. જેના માટે રેકોર્ડ ડેટ 18 જૂન નક્કી કરવામાં આવી છે.

બોનસ શેર

  • ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ

વર્તમાન બિઝનેસ સપ્તાહમાં, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) એ 1:1 ના રેશિયોમાં બોનસ આપવાની જાહેરાત કરી છે. જેના માટે 22 જૂનની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ

આ સિવાય અન્ય એક સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 1:2ના રેશિયોમાં બોનસ આપવાની જાહેરાત કરી છે. જેની રેકોર્ડ ડેટ 21મી જૂન છે.

Stock Split

  • પ્રીમિયર એક્સપ્લોસિવ્સ

આ બિઝનેસ સપ્તાહમાં તમે સ્ટોક સ્પ્લિટના સમાચાર પણ જોશો, હા, પ્રીમિયર એક્સપ્લોસિવ્સ કંપનીએ તેના રોકાણકારો માટે 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *