Tata Nexon CNG કેવી હશે ? બુક કરતા પહેલા જાણી લો તેના ફીચર્સ

Tata Nexon CNG કેવી હશે ? બુક કરતા પહેલા જાણી લો તેના ફીચર્સ

Tata Nexon CNG કેવી હશે ? બુક કરતા પહેલા જાણી લો તેના ફીચર્સ

ટાટા મોટર્સ ટૂંક સમયમાં તેની સૌથી વધુ વેચાતી SUVનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. ટાટા મોટર્સ પહેલાથી જ ભારત મોબિલિટી શોમાં Nexon CNG રજૂ કરી ચૂકી છે. ટાટા મોટર્સ તેના Curvv coupe પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ્સ પછી ટૂંક સમયમાં Tata Nexon CNG લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે તહેવારોની સીઝન ટૂંક સમયમાં આવી રહી છે. આ પહેલા ટાટા મોટર્સ 2જી સપ્ટેમ્બરે Curvv coupeનું પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ રજૂ કરવા જઈ રહી છે. Tata Nexon CNG આના થોડા દિવસો બાદ લોન્ચ થશે.

સેફ્ટીમાં Nexon 5 સ્ટાર SUV છે

Tata Nexon એ દેશની પ્રથમ SUV છે જેને ગ્લોબલ NCAPમાં એડલ્ટ અને ચાઈલ્ડ કેટેગરીમાં 5 સ્ટાર રેટિંગ મળી છે. Tata Nexonના સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો છે જે દર્શાવે છે કે આ SUV અકસ્માત સમયે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જ્યારે અન્ય વાહનને ઘણું નુકસાન થાય છે.

Nexon CNGમાં શું છે ખાસ ?

આ CNG SUVને આ વર્ષે ભારત મોબિલિટી એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને કંપનીએ કહ્યું હતું કે પંચ CNGની જેમ તેમાં પણ ડ્યુઅલ CNG સિલિન્ડર હશે, જેથી ગ્રાહકોને બૂટ સ્પેસની કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. નેક્સોન CNGનું 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વેરિઅન્ટ મોબિલિટી એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમાં AMT ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.

પાવર અને ફીચર્સ

Tata Nexon CNGને 1.2 લિટર ટર્બોચાર્જ્ડ 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે અને તે ટર્બોચાર્જ્ડ એન્જિન ધરાવતી દેશની પ્રથમ CNG SUV હશે. ટાટા મોટર્સ તેની સીએનજી કારમાં સલામતીનું ખૂબ ધ્યાન રાખે છે, તેથી નેક્સોન સીએનજી ચોક્કસપણે ખૂબ સુરક્ષિત કાર હશે.

જો બાકીના લુક અને ફીચર્સ વિશે વાત કરીએ તો તે દેખાવમાં તેના પેટ્રોલ અને ડીઝલ મોડલ્સ જેવી જ હશે અને તેમાં ઘણી બધી સુવિધાઓ પણ મળશે. તેમાં મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી કેમેરા, મલ્ટીપલ એરબેગ્સ અને 5 સ્ટાર સેફ્ટી ફીચર્સ જોઈ શકાય છે. લોકો નેક્સોન સીએનજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Related post

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ કાર, એક લીટરમાં 28 કિમી સુધી દોડશે આ કાર!

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ…

આજકાલ, પેટ્રોલ કાર સારી માઈલેજ આપી રહી છે અને હાઇબ્રિડ ટેક્નોલોજીના આગમન સાથે ખેલ સંપૂર્ણ બદલાઈ ગયો છે. હાલમાં તમારી પેટ્રોલ…
TATA Invest Plan:  ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન, 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની, આ શેરમાં આવશે વધારો!

TATA Invest Plan: ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન,…

દેશની તમામ મોટી કંપનીઓ આગામી કેટલાક વર્ષો માટે ન્યૂ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં ચાલી રહેલા રિ-ઇન્વેસ્ટ 2024…
Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર થયો ફ્યુઝ, એક્સપર્ટે કહ્યું: ભાવ વધશે

Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર…

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર તોફાની ઉછાળો જોવા મળ્યો અને પહેલીવાર સેન્સેક્સ 83000ના આંકને પાર કરી બંધ થયો.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *