T20 World Cup 2024 : વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, જશ્નમાં ડૂબ્યા રંગીલા રાજકોટવાસીઓ- જુઓ Video

T20 World Cup 2024 : વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, જશ્નમાં ડૂબ્યા રંગીલા રાજકોટવાસીઓ- જુઓ Video

શનિવારે મોડી રાતે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પર 7 રને રોમાંચક ટાઈટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જ જોવા મળે છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમની ભવ્ય જીતનો ઉત્સાહ સમગ્ર દેશમાં છે.

દેશના દરેક રાજ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં પણ મોટા ભાગના શહેરીજનો વિશ્વકપની ફાઈનલ મેચ જોવા રેસકોર્સ મેદાનમાં એકઠા થયા હતા. રાજકોટવાસીઓએ ઢોલ – નગારા અને ફટાકડા ફોડીને ભારતની ભવ્ય જીતની ઉજવણી કરી છે. રાજકોટમાં દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

રાજકોટવાસીઓએ રસ્તાઓ પર ચક્કાજામ કરી દીધા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત ફિફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી. જેનું શનિવારે પુનરાવર્તન થયું હતું.શનિવારે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે ફરી એકવાર આ દ્રશ્ય જોવા મળ્યું હતું.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ તક…’

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ…

Shabana Azmi : ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક શબાના આઝમી તેની બીજી ઈનિંગને ખૂબ એન્જોય કરી રહી છે. ગયા વર્ષે તેણે બોલિવૂડમાં…
બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર

બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા…

બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે પણ આવી ચુક્યા છે.બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય…
8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી

8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *