T20 World Cup 2024 ભારતનું મિશન સુપર- આઠ 20 જૂનથી શરુ, ખિતાબી જીત માટે એક પગલું આગળ ભરશે

T20 World Cup 2024 ભારતનું મિશન સુપર- આઠ 20 જૂનથી શરુ, ખિતાબી જીત માટે એક પગલું આગળ ભરશે

T20 World Cup 2024 ભારતનું મિશન સુપર- આઠ 20 જૂનથી શરુ, ખિતાબી જીત માટે એક પગલું આગળ ભરશે

ટી20 વર્લ્ડકપ 2024ની સુપર-8 માટે તમામ ટીમોના નામ હવે ફાઈનલ થઈ ચુક્યા છે. હવે જે ટીમ ફાઈનલમાં પહોંચી છે તેનું શેડ્યૂલ પણ તૈયાર થઈ ચુક્યું છે. એટલે કે, ગ્રુપ સ્ટેજ બાદ સુપર-8માં ક્યારે, કઈ ટીમ કોની સાથે ટકરાશે. તેનો નિર્ણય આવી ચુક્યો છે. આ શેડ્યૂલમાં ટીમ ઈન્ડિયા પર નજર કરીએ તો 5 દિવસમાં તેનું ટી20 વર્લ્ડકપ 2024ની સેમિફાઈનલમાં રમવાની ટિકિટ પાક્કી થતી જોવા મળી રહી છે. જો ભારતીય ટીમે આ 5 દિવસમાં પોતાની 3 મેચ જીતી લીધી તો ખિતાબી જીત માટે એક પગલું આગળ જશે.

ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 સ્ટેજ પર તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમને ગ્રુપ એમાં રાખવામાં આવી છે. તો યુએસએ, સાઉથ આફ્રિકા, વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ બીમાં છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

 

19 જૂનથી સુપર-8 શરુ

ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 સ્ટેજની શરુઆત 19 જૂનથી શરુ થશે. પહેલા દિવસે 2 મેચ રમાશે. યુએસએ અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર-8ની પહેલી મેચ રમાશે. જ્યારે ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝની બીજી મેચ રમાશે.

20 જૂનથી ભારતનું મિશન સુપર-8 શરુ

ભારતીય ટીમ સુપર-8 સ્ટેજ પર પોતાના અભિયાનની શરુઆત 20 જૂનથી કરશે. તેની ટક્કર અફઘાનિસ્તાન સામે થશે. બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે.

21 જૂન ફરી સાઉથ આફ્રિકાની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે. તો આજ દિવસે ટી20 વર્લ્ડકપની બે યજમાન વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા આમને-સામને થશે. 22 જૂનના રોજ ફરી એક વખત ભારત, બાંગ્લાદેશ સામે જ્યારે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

24 જૂનના રોજ ભારત રમશે છેલ્લી સુપર-8 મેચ

23 જૂનના રોજ ગ્રુપ બીની મેચમાં ઈંગ્લેન્ડ-યુએસએ પહેલા આમને સામે થશે. ત્યારબાદ વેસ્ટઈન્ડિઝની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. તેના એક દિવસ બાદ 24 જૂનના રોજ સુપર-8ની છેલ્લી 2 મેચ રમાશે. જે ગ્રુપ એની હશે. આ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા આમને-સામને થશે. જ્યારે બીજી મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે.

બંન્ને ગ્રુપની ટોપ ટુ ટીમ સેમિફાઈનલની ટિકીટ

સુપર-8ના બંન્ને ગ્રુપમાંથી ટોપની 2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. એટલે કે, 4 ટીમની સફર સુપર-8માં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપ 2024માં ભારતીય પુરુષ ટીમનું ધમાકેદાર પ્રદર્શન બાદ, મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હાર આપી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *