T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં

T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં

T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં

અમેરિકામાં રમાઈ રહેલા T20 વિશ્વકપમાં ભારતીય ટીમ સુપર 8 તબક્કામાં સ્થાન મેળવી લીધું છે. હવે અહીં ભારતીય ટીમ આ એક કોઠો વિંધીને સેમીફાઈનલમાં પહોંચવા માટે મેદાને ઉતરશે. આ તબક્કાની શરુઆત ભારતીય ટીમ અફઘાનીસ્તાન સામે આગામી ગુરુવારે એટલે કે 20 જૂને મેદાને ઉતરીને કરશે. જોકે ભારતીય ટીમના બેટર્સને માટે ગૃપ મેચનો તબક્કો એટલો દમદાર રહ્યો નહોતો.

આમ થવાનું કારણ એ પણ હતું કે અમેરિકાની ટીમો ખાસ માફક ખેલાડીઓની નહોતી આવી રહી. મોટા ભાગની ટીમોએ અહીં મર્યાદીત સ્કોર પર જ લડાઈ લડીને હાર જીત નક્કી કરવી પડી હતી. જેને લઈ અનેક ટીમોને માટે મુશ્કેલી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તો વળી વરસાદે પણ અહીં વિલનગીરી કરવામાં કોઈ કસર છોડી નથી.

કોઈ ખેલાડી પૂરા 100ને આંકડે ના પહોંચ્યો

લીગ તબક્કામાં ભારતીય ટીમને અન્યની માફક બેટિંગ કરવામાં પીચ પર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અન્ય ટીમોના ખેલાડીઓના પ્રમાણમાં ભારતીય સ્ટાર ખેલાડીઓનું સરેરાશ પ્રદર્શન લીગ તબક્કામાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. ભારતીય ટીમના ખેલાડીઓના પ્રદર્શન ખાસ રહ્યા નથી. તો રિષભ પંત ભારતીય ટીમ તરફથી સારુ પ્રદર્શન દર્શાવી ચૂક્યો છે.

ભારત તરફથી ત્રણ ખેલાડીઓ જ લીગ તબક્કાની મેચો રમીને વ્યક્તિગત કુલ રનનો આંકડો 50ને પાર કરવામાં સફળ રહ્યા છે. જેમાં રિષભ પતે સૌથી વધારે 96 રન નોંધાવ્યા છે. જે સૌથી વધુ ચોગ્ગા ફટકારવાની ટોપટેન યાદીમાં પણ સામેલ થયો છે. જ્યારે બીજા ક્રમે ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા રહ્યો છે. રોહિત શર્માએ 68 રન નોંધાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 59 રન નોંધાવી ચૂક્યો છે.

એક પણ ભારતીય ટોપટેનમાં નહીં

બેટર્સની વાત કરવામાં આવે તો, એક પણ ભારતીય ખેલાડી સૌથી વધારે રન કરવાની ટોપ ટેન યાદીમાં સામેલ થઈ શક્યો નથી. એટલે કે એક પણ ભારતીય ખેલાડી આ યાદીમાં જોવા મળી રહ્યો નથી. અફઘાનિસ્તાનનો રહમાનુલ્લાહ ગુરબાજ આ યાદીમાં સૌથી ઉપર છે. આ અફઘાન ખેલાડીએ 167 રન ફટકાર્યા છે. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી 150 રનના આંકડાને પણ પાર કરી શક્યો નથી.

બોલિંગ વિભાગમાં જોવામાં આવે તો, સૌથી વધારે વિકેટ લીગ તબક્કામાં ફઝલહક ફારુકીએ ઝડપી છે. તેણે 12 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી છે. તેને બાદ કરતા કોઈ બોલર 10 વિકેટ ઝડપવાના આંકડાને પહોંચી શક્યો નથી. હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ 7-7 વિકેટ સાથે ટીમ ઈન્ડિયા તરફથી સફળ બોલર રહ્યા છે. બંને ટોપ-5ની યાદીમાં સમાવેશ થઈ શક્યા નથી. જોકે, ટોપ ટેન યાદીમાં નજર કરીએ તો હાર્દિક સાતમાં અને અર્શદીપ આઠમાં નંબર સ્થાન ધરાવે છે. ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે લીગ તબક્કામાં પાંચ વિકેટ ઝડપી છે.

 

 

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *