T20 વર્લ્ડ કપમાં PAKની હાર પર દિલ્હી પોલીસે પણ લીધી પાકિસ્તાનની મજા, ન્યૂયોર્ક પોલીસને ટેગ કરીને X પર આવુ લખ્યુ

T20 વર્લ્ડ કપમાં PAKની હાર પર દિલ્હી પોલીસે પણ લીધી પાકિસ્તાનની મજા, ન્યૂયોર્ક પોલીસને ટેગ કરીને X પર આવુ લખ્યુ

T20 વર્લ્ડ કપમાં PAKની હાર પર દિલ્હી પોલીસે પણ લીધી પાકિસ્તાનની મજા, ન્યૂયોર્ક પોલીસને ટેગ કરીને X પર આવુ લખ્યુ

ભારતે આઈસીસી ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને 6 રનથી હાર આપી છે. ભારતની નાના સ્કોર વાળી મેચમાં જીત ખુબ જ મુશ્કિલ લાગી રહી હતી. તેમ છતાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની જીત બાદ ભારતથી લઈ અમેરિકા સુધી ઈન્ડિયા ઈન્ડિયાના નારા સાંભળવા મળી રહ્યા હતા. ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની વધુ એક હારથી ક્રિકેટ ચાહકો ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આ હારથી  પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના દિલ જરુર તુટ્યા હશે તેમજ ટીવી પણ તુટ્યા હશે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી

આ વચ્ચે દિલ્હી પોલિસે પણ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટ કરી છે. ત્યારબાદ ચાહકો પણ આ ટ્વિટ પર કોમેન્ટ કરી રહ્યા રહ્યા છે અને પોસ્ટ શેર કરી રહ્યા છે. દિલ્હી પોલિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યુયોર્ક પોલિસને ટેગ કરી લખ્યું કે, હાય @NYPDnews અમે 2 જ અવાજ સાંભળ્યો છે , એક છે ઈન્ડિયા ઈન્ડિયા અને બીજો છે ટુટેલા ટેલિવિઝનનો, શું તમે આની પુષ્ટિ કરી શકો છો?

 

 

 

રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી

તમને જણાવી દઈએ કે, રવિવારના રોજ અમેરિકાના ન્યુયોર્ક શેહરના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત- પાકિસ્તાનની મેચમાં રિષભ પંત 42 અક્ષર પટેલ 20 રનની ઈનિગ્સ રમી હતી. તો બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. જેના કારણે ભારતે પાકિસ્તાનને 6 રનથી હાર આપી છે.

119 રન પર ઓલઆઉટ થઈ

ભારતીય ટીમના માત્ર 120 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બોલિંગ સામે 7 વિકેટ પર 113 રન જ બનાવી શકી હતી. બુમરાહે 14 રન આપી 3 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ પણ 24 રન આપી 2 વિકેટ લીધી હતી.પાકિસ્તાને ટોસ જીતી ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાની ટીમનો નિર્ણય યોગ્ય હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 19 ઓવરમાં માત્ર 119 રન પર ઓલઆઉટ થઈ હતી.

 

આ પણ વાંચો : T20 World Cup 2024 : ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી આંસુ નહોતા રોકાતા, જુઓ VIDEO

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *