Somnath માં શિવજીને રિઝાવો અને Dwarkaમાં ઠાકોરજીના દર્શન કરો, બેસ્ટ છે સાતમ-આઠમ ફરવા માટે આ ટ્રેન
- GujaratOthers
- August 21, 2024
- No Comment
- 11
Somnath to dwarka : આ ટ્રેન નંબર-19251 લગભગ અડધા સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના એમ કુલ 16 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.
Devbhumi Dwarka : આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોડે છે.
Somnath : અમે વાત કરી રહ્યા છીએ સોમનાથ-ઓખા એક્સપ્રેસની. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દ્વારકા સુધીની સફર કરાવે છે. આખી મુસાફરી લગભગ 8 કલાકમાં પુરી કરે છે.
આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.
Janmashtami 2024 : આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)