SIPમાં રોકાણ કરતા સમયે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલો, આટલી વાતો પહેલા જ જાણી લેજો

SIPમાં રોકાણ કરતા સમયે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલો, આટલી વાતો પહેલા જ જાણી લેજો

SIPમાં રોકાણ કરતા સમયે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલો, આટલી વાતો પહેલા જ જાણી લેજો

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ એક લોકપ્રિય રોકાણ પ્રક્રિયા છે જ્યાં વ્યક્તિઓ મ્યુચ્યુઅલ ફંડમાં ચોક્કસ સમયગાળામાં નિયમિતપણે નિશ્ચિત રકમનું રોકાણ કરે છે. SIP એ લાંબા ગાળા માટે સંપત્તિનું નિર્માણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ રોકાણકારોએ ઘણીવાર નાની નાની ભૂલો કરે છે. ત્યારે ચાલો જાણીએ કઈ એવી ભૂલો છે જે ટાળવી જોઈએ

1. રિસર્ચ કર્યા વગર રોકાણ :

યોગ્ય રિસર્ચ વિના SIPમાં રોકાણ કરવું એ સામાન્ય ભૂલોમાંની એક છે. તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં છો તે સમજવું અગત્યનું છે, જેમાં તેમની ભૂતકાળની કામગીરી, ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ, રોકાણ વ્યૂહરચના અને ખર્ચ ગુણોત્તરનો સમાવેશ થાય છે. સંશોધન કર્યા વિના SIP માં આંધળું રોકાણ કરવાથી ઓછું વળતર મળી શકે છે.

2.નાણાકીય ધ્યેયો:

સ્પષ્ટ નાણાકીય ધ્યેય વિના રોકાણ પ્રતિકૂળ હોઈ શકે નહી. ચોક્કસ ધ્યેય રાખવાથી તમને રોકાણ કરવા માટે જરૂરી રકમ અને તમારી SIPની અવધિ નક્કી કરવામાં મદદ મળશે. તમે શા માટે રોકાણ કરો છો તે જાણવું મહત્વપૂર્ણ છે. તમારું નાણાકીય લક્ષ્ય શું છે? શું તમે નિવૃત્તિ, બાળકના શિક્ષણ માટે તેમ કરી લક્ષ્ય નક્કી કરો

3.મહિનાના શરુઆતના અને અંતના દિવસે રોકાણ :

મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો મહિનાની શરૂઆતમાં તેમની SIP તારીખ પસંદ કરે છે. તેઓ માને છે કે તેમના બેંક ખાતામાં પગાર જમા થતાંની સાથે જ નાણાંની SIPમાં ભરાઈ જાય, જો કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ ભરવા મહિનાની અંતિમ તારીખો પસંદ કરે છે જોકે શરુઆત અને અંતના દિવસોમાં પૈસાની વધારે જરુર પડતી હોવાથી મધ્ય ગાળાનો સમય પસંદ કરવો યોગ્ય રહેશે આ સમયે તમારા માથે પૈસાની જરુરને લઈને બોજો નહી રહે.

4.લાર્જ કેપ કરતા સ્મોલ કેપમા કરાવો SIP :

મોટાભાગના લોકો લાર્જ કેપમાં SIP કરાવતા હોય છે જોકે તે ખોટું નથી પણ સ્મોલ કેપમા સારા વેલ્યુએશન પર SIP મળી શકે છે. જો રોકાણનું લક્ષ્ય 5 વર્ષથી વધુ છે, તો તમે સ્મોલ કેપ ફંડ્સ સાથે જઈ શકો છો. શક્ય છે કે તમને ટૂંકા ગાળામાં સારું વળતર મળી શકે, પરંતુ જો તમે સિસ્ટમને અનુસરો છો, તો લાંબા ગાળાનો અભિગમ વધુ સારો છે. જો વધુ ઘટાડો થાય તો આ ફંડ્સમાં ખરીદી કરવી પડશે. આ માટે શ્રેષ્ઠ પદ્ધતિ SIP અથવા STP છે.

5.સ્મોલ અમાઉન્ટ SIP :

SIP કરાવવા માટે તમારે 2000 કે 5000ની જરુર નથી તમે નાની અમાઉન્ટ સાથે પણ રોકાણ કરી શકો છો જો અહીં 100 કે 500થી SIPમાં રોકાણની શરુઆત થાય છે. જો SIP દ્વારા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 10 વર્ષમાં તે વધીને 2.38 લાખ રૂપિયા થઈ શકે છે. જો આપણે અનુમાન કરીએ તો આ સ્થિતિમાં માત્ર 1.20 લાખ રૂપિયાનું જ રોકાણ થશે. દર મહિને થોડું રોકાણ કરવાથી 10 વર્ષમાં ડબલ વળતર મેળવી શકાય છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *