Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફટી લીલા નિશાનમાં બંધ થયા હતા.આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફટીએ નવા વિક્રમ સ્થાપિત કર્યા છે. બંને મુખ્ય ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યા છે.

Stock Market Opening (18 June 2024)

  • SENSEX  : 77,235.31   +242.54 
  • NIFTY      : 23,570.80 +105.20 

વૈશ્વિક બજારોમાંથી સંકેતો

અમેરિકન માર્કેટમાંથી ઉત્તમ સંકેતો આવી રહ્યા છે. ગઈકાલે પણ Nasdaq અને S&P 500 સૂચકાંકો ટેક શેરોના કારણે રેકોર્ડ સ્તરે બંધ થવામાં સફળ રહ્યા હતા. ડાઉ જોન્સ પણ સતત 4 દિવસના ઘટાડા બાદ ગઈ કાલે લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. ટેસ્લામાં 5%, ક્વાલકોમમાં 3%, Appleમાં 2% અને માઇક્રોસોફ્ટમાં 1% નો વધારો થયો હતો. FOMC મીટિંગની મિનિટ્સ 3 જુલાઈના રોજ બહાર પાડવામાં આવશે. અમેરિકામાં આજે છૂટક ફુગાવાના આંકડા પણ જાહેર કરવામાં આવશે.

FIIs-DII ના આંકડા

શુક્રવારે સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી રોકડ બજારમાં ખરીદી જોવા મળી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે રોકડ બજારમાં ₹2,176 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે રોકડ બજારમાં ₹656 કરોડના શેરની ખરીદી કરી છે.

આજે આ શેર પર રાખજો નજર

  1. Adani Enterprises : પ્રમોટરે કંપનીમાં હિસ્સો 71.93% થી વધારીને 73.95% કર્યો છે.
  2. TCS: યુએસ કોર્ટે ગુપ્ત હેરાફેરીના આરોપસર 19.4 કરોડ ડોલર મુજબ રૂપિયા 1600 કરોડનો દંડ ફટકાર્યો છે.
  3. Blue Dart Express : કંપનીના સીએફઓ દીપન બેનર્જીએ રાજીનામું આપી દીધું છે.
  4. Wipro : ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એપેરલ બ્રાન્ડ હેન્સબ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે.
  5. HAL : સંરક્ષણ મંત્રાલયે 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તો આમંત્રિત કરી છે.
  6. Zomato: કંપની તેમનો મનોરંજન વ્યવસાય હસ્તગત કરવા માટે Paytm સાથે વાતચીત કરી રહી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  7. Biocon : વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં સ્થિત API સુવિધાના નિરીક્ષણ પછી USFDA તરફથી 3 વાંધા મળ્યા છે.
  8. RVNL : કંપનીએ ઈસ્ટ કોસ્ટ રેલ્વે તરફ રૂપિયા160.8 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ કરી છે.
  9. SBI: બેંકે તમામ મુદત માટે MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
  10. LIC : હેલ્થ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં આવવાના સમાચાર પર સ્પષ્ટતા કરતા તેણે કહ્યું છે કે હજુ સુધી કોઈ ઔપચારિક દરખાસ્ત તૈયાર કરવામાં આવી નથી. જોકે, કંપની આવનારા સમય માટે વ્યૂહાત્મક તકો શોધી રહી છે.
  11. Zydus Lifesciences: કંપનીના ઈન્જેક્ટેબલ મેન્યુફેક્ચરિંગ યુનિટ ફાર્મેઝ SEZ, Matoda ને US FDA તરફથી વાંધો મળ્યો છે. યુએસ એફડીએએ 18-27 માર્ચ વચ્ચે ઇન્જેક્ટેબલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિરીક્ષણ કર્યું હતું.
  12. Coal India : કોલ બ્લોકની હરાજીનો 10મો રાઉન્ડ આ અઠવાડિયે શરૂ થશે. કોમર્શિયલ કોલ બ્લોકની હરાજીના 10મા રાઉન્ડમાં 62 બ્લોક્સ ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *