SA vs AFG : સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાની આશા પર ફેરવ્યુ પાણી, પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ

SA vs AFG : સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાની આશા પર ફેરવ્યુ પાણી, પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ

SA vs AFG : સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાની આશા પર ફેરવ્યુ પાણી, પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ

સાઉથ આફ્રિકાની ટીમે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ જીતી લીધી છે. આ સાથે ટીમે પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 57 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે સાઉથ આફ્રિકાએ 67 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવીને  અચીવ કરી લીધો હતો.

સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી

T20 વર્લ્ડકપની ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેણે 2009 અને 2014ના T20 વર્લ્ડ કપમાં આ માઈલસ્ટોન હાંસલ કરવાની બે તક ગુમાવી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાને પાકિસ્તાન અને ભારત તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ વખતે તેણે અફઘાનિસ્તાનની આકાંક્ષાઓને તોડીને પોતાના માટે એક ઐતિહાસિક સ્ક્રિપ્ટ લખી છે.

સાઉથ આફ્રિકાની આ સતત 8મી જીત

સાઉથ આફ્રિકાએ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમને ફાઈનલમાં એન્ટ્રી મળી છે.  અફઘાનિસ્તાન સામેની જીત સાઉથ આફ્રિકા માટે ઐતિહાસિક હતી. સારી વાત એ છે કે સાઉથ આફ્રિકાએ જીતના રથ પર સવાર થઈને જ ટૂર્નામેન્ટની ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં આ તેની સતત 8મી મેચ હતી, જે તેણે જીતી છે.

અફઘાનિસ્તાને ખરાબ બેટિંગનું પરિણામ ભોગવવું પડ્યું

અફઘાનિસ્તાને આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, દક્ષિણ આફ્રિકાની જ્વલંત બોલિંગ સામે તેની બેટિંગ ખૂબ જ ખરાબ રહી હતી. તે સંપૂર્ણ 20 ઓવર પણ રમી શક્યુ ન હતુ. તેની ઈનિંગ માત્ર 11.5 ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. પહેલા રમતા અફઘાનિસ્તાને માત્ર 56 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાને 57 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સાઉથ આફ્રિકાએ 8.5 ઓવરમાં જીત મેળવી હતી

અફઘાનિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 57 રનના લક્ષ્યાંકને માત્ર 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાની એકમાત્ર વિકેટ ક્વિન્ટન ડી કોકના રૂપમાં પડી. જે 1 રન બનાવીને આઉટ થયો હતો. ફારૂકીએ ડી કોકની વિકેટ લીધી હતી. તે પછી રીઝા હેન્ડ્રિક્સ (29 રન પર અણનમ) અને એઇડન માર્કરામ (23 રન પર અણનમ) પરત ફરીને ટીમને જીત તરફ લઈ ગયા.

 

Related post

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ છે? હવે કોલંબોમાં વાગશે તેનો ડંકો

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ…

ભારતીયો વિશ્વના વિવિધ ભાગોમાં વેવ બનાવી રહ્યા છે. કોઈ રમતમાં નામ કમાઈ રહ્યું છે, તો કોઈ ધંધામાં. જેના કારણે તેને અલગ-અલગ…
ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો,…

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત…
IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી…

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *