Rajkot Video : બાળકોની સારવારના ખોટા રીપોર્ટ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર નિહિત બેબી કેર હોસ્પિટલને ફટકાર્યો 6 કરોડથી વધારેનો દંડ

Rajkot Video : બાળકોની સારવારના ખોટા રીપોર્ટ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર નિહિત બેબી કેર હોસ્પિટલને ફટકાર્યો 6 કરોડથી વધારેનો દંડ

દર્દીના ખોટા રીપોર્ટ બનાવી આયુષ્માન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર નિહિત બેબી કેર હોસ્પિટલ ખોટા રિપોર્ટ બનાવી કૌભાંડ આચરતી હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે આરોગ્ય વિભાગે 6 કરોડ 54 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. નિહિત બેબી કેર હોસ્પિટલમાં સ્વસ્થ બાળકોને બીમાર દર્શાવતા રિપોર્ટ તૈયાર કરાતા હતા. હોસ્પિટલે 116 કેસ પ્રિ ઓથ માટે મૂકવામાં આવ્યા હતા. જેની કુલ રકમ આશરે 65,47,950 હતી. તેની સામે ગાંધીનગર આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા દસ ગણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *