Rajkot Rain : ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન – જુઓ Video

Rajkot Rain : ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન – જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘ રાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીના સુપેડી, નાની વાવડી, મોટી વાવડી, તોરણીયા,જાડિયા, હડમતિયા, મોટી મારડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘ મહેર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરુચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 31 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. આજે છેલ્લા 2 કલાકમાં વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરભરમાં પાણી પાણી થઈ ગયુ છે. 2 કલાકમાં ધોધમાર વરસાદથી વાપી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર, પહેલા ઉઠાવ્યા સવાલ, હવે પોતાની ભૂલ સ્વીકારી

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર,…

કોઈને ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ નથી. તમારી ભૂલ સ્વીકારવી વધુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આવા…
Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ, વીજળી બિલ ભરવા પર પણ મળશે કેશબેક

Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ,…

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા વર્ષો પહેલા એપની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખરેખર, અત્યારે તમામ કંપનીઓ સુપર એપ્સ સિવાય મલ્ટી-સર્વિસ…
વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન રાખી શક્યા, જુઓ વીડિયો

વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન…

T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભારતની ધરતી પર શાનદાર સ્વાગત થયું. પહેલા દિલ્હીમાં પીએમ મોદી ખેલાડીઓને મળ્યા અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *