Rajkot News : ગોંડલના અનેક ગામોમાં વીજપૂરવઠો ખોરવાતા ગામલોકોએ PGVCL કચેરીએ કર્યો હલ્લાબોલ- જુઓ Video

Rajkot News : ગોંડલના અનેક ગામોમાં વીજપૂરવઠો ખોરવાતા ગામલોકોએ PGVCL કચેરીએ કર્યો હલ્લાબોલ- જુઓ Video

રાજકોટને મેઘરાજાએ બરાબર ધમરોળ્યુ છે. ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારો પાણી ગરકાવ થયા હતા. જેના પગલે પારાવાર નુકસાન થયુ છે. ગોંડલના અનિડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા હોવાથી 200 જેટલા ગ્રામજનોએ એકત્ર થઈને PGVCLની કચેરીમાં જઈને વિરોધ કર્યો છે.

7 દિવસથી વીજળી નહીં મળતી હોવાની લોકોની રાવ છે. અનિયમિત વીજળીના કારણે લોકોને મુશ્કેલીનો વારો આવ્યો છે. ગ્રામજનોએ રામધૂન બોલાવી નિયમિત વીજળીની માગ કરી છે. PGVCLના કર્મચારી જવાબ નહીં આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. PGVCL કર્મચારી ગ્રામજનો સાથે ગેરવર્તણૂંક કરી છે.જો હજી પણ વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના 1,528 ફીડરો બંધ હાલતમાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી વીજસેવાને માઠી અસર થઈ છે. રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, જુનાગઢમાં વધુ અસર થઈ છે. ભારે પવન અને વરસાદના કારણે 1,122 થાંભલા પડ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 1,528 ફીડરો બંધ હાલતમાં છે.

સૌથી વધુ ખેતીવાડીમાં 1,224 ફીડર બંધ થયા છે. 67 જેટલા ટીસી બળી ગયા તો કેટલાક ડેમેજ થયા છે. મળતી માહિતી અનુસાર 613 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. PGVCLની ટીમ અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેજ ગતિએ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. વીજ પુરવઠો કાર્યરત કરવા રાઉન્ડ ધ ક્લોક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related post

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ કાર, એક લીટરમાં 28 કિમી સુધી દોડશે આ કાર!

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ…

આજકાલ, પેટ્રોલ કાર સારી માઈલેજ આપી રહી છે અને હાઇબ્રિડ ટેક્નોલોજીના આગમન સાથે ખેલ સંપૂર્ણ બદલાઈ ગયો છે. હાલમાં તમારી પેટ્રોલ…
TATA Invest Plan:  ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન, 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની, આ શેરમાં આવશે વધારો!

TATA Invest Plan: ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન,…

દેશની તમામ મોટી કંપનીઓ આગામી કેટલાક વર્ષો માટે ન્યૂ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં ચાલી રહેલા રિ-ઇન્વેસ્ટ 2024…
Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર થયો ફ્યુઝ, એક્સપર્ટે કહ્યું: ભાવ વધશે

Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર…

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર તોફાની ઉછાળો જોવા મળ્યો અને પહેલીવાર સેન્સેક્સ 83000ના આંકને પાર કરી બંધ થયો.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *