Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી

Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસમાં હવે મોટા ખુલાસા થવાની શક્યતા છે. ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસમાં મોટા ખુલાસા થઇ શકે છે. મહત્વનું છે કે પાલિકાના TPO સાગઠિયા સાથે ભ્રષ્ટાચારમાં અનેક ભાગીદારો હોવાની ચર્ચા છે. તો એવી પણ ચર્ચા છે કે પૂર્વ પદાધિકારી અને પૂર્વ MLAના આશીર્વાદથી સાગઠિયા ઇન્ચાર્જમાંથી કાયમી TPO બન્યા હતા.

સાગઠિયાને જુલાઇ 2023માં કાયમી બહાલી મળી હતી.આપને જણાવી દઇએ કે, સાગઠિયા 29 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતો હતો. છેલ્લા 9 વર્ષથી સાગઠિયાનું એકહથ્થનું શાસન હતું. સાગઠિયા ટીપી સ્કીમ બનાવવી ગેરકાયદે બાંધકામ, માર્જીનને લગતા પ્રશ્નો અને જમીન ફેરબદલ જેવા કામોમાં ભ્રષ્ટાચાર કરતો હતો. તેની પાસેથી આવક કરતા 410 ટકા વધુ એટલે કે 10.55 કરોડની અપ્રમાણસર સંપતિ પણ મળી આવી છે. હાલ સમગ્ર કેસમાં કાર્યવાહી તેજ કરી દેવાઇ છે.

સાગઠીયાની કેટલી સંપતિ ?

TPO સાગઠિયા પાસે 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. જે તેની આવક કરતા 410.37 ટકા વધુ મિલકત છે. રાજકોટના સોખડામાં પેટ્રોલ પંપ છે. ગોંડલમાં બાબારી પેટ્રોલ પંપ છે. સોખડામાં ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન ગામેટામાં નિર્માણાધીન હોટલ છે. ગામેટા ગામે વિશાળ ફાર્મહાઉસ ધરાવે છે. ગામેટા અને ચોરડી ગામે જમીન છે. ઉર્જા ઇન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન છે. તેમજ બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ છે. અનામીકા સોસાયટીમાં વૈભવી બંગલો છે. મધાપારની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ છે. આ ઉપરાંત અમદાવાદમાં 2 વૈભવી ફ્લેટ છે. 2 હોન્ડા સિટી સહિત કુલ 6 વાહનો ધરાવે છે. 8 વખત 10 વધુ દેશોમાં પ્રવાસ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *