Rain Update : ગુજરાતમાં મેઘ મહેર ! છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો, જુઓ Video
- GujaratOthers
- June 15, 2024
- No Comment
- 8
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં વરસાદ નોંધાયો છે.ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે ગાજવીજ સાથે વરસી વરસાદ શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
ક્યારે ક્યાં પડશે વરસાદ ?
- 17 જૂને નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 18 જૂન નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
- 19 જૂન નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની આગાહી
- 20 જુન નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી