Rain News : મેઘ તાંડવ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, ગુજરાતના 636 રસ્તા બંધ, અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો, જુઓ Video

Rain News : મેઘ તાંડવ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, ગુજરાતના 636 રસ્તા બંધ, અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો, જુઓ Video

Rain News : મેઘ તાંડવ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, ગુજરાતના 636 રસ્તા બંધ, અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો, જુઓ Video

મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્તા જનજીવન ખોરવાયુ છે. કેટલાક સ્થળોએ વીજપુરવઠો ખોરવાયો છે. તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ રાજકોટના જસદણના કમળાપુર ગામે ભારે પવન સાથે વરસાદ પડતા 6 વીજપોલ ધરાશાયી થયા છે. જેના પગલે સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે.

રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકશાન થયુ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,વડોદરા 6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં અન્ય માર્ગોની વાત કરીએ તો કુલ 44 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2 ,સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં પચાયત ના માર્ગો કુલ 557 માર્ગો બંધ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5, સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3,કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65,નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17,મોરબી 10, જામનગર 11, દ્રારકા 1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અમરેલી 1,જૂનાગઢ 4, પોરબંદર 6 સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે.

કચ્છનો સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાયો

કચ્છનો સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાયો છે. નેશનલ હાઈવે પર સુરક્ષા માટે ડાયવર્ઝન અપાયું છે. મચ્છુ ડેમના પાણી છોડાયા હોવાથી નિર્ણય લેવાયો છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની અપીલ છે. કચ્છ-અમદાવાદ જવા રાધનપુર માર્ગનો ઉપયોગ કરવા સુચના છે. વરસાદીની સ્થિતિ વચ્ચે સુરક્ષા માટે તંત્ર સતત કાર્યશીલ છે.

પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના થયા બે ટુકડા

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે. સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો હતા.કલેક્ટર અને પોલીસ અધીક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણનાં મોત

ભારે વરસાદના લીધે આણંદના ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. માતા-પિતા તેમજ બાળકનું મોત થયું છે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *