Radhika Pre wedding  : રાધિકા મર્ચન્ટે ક્રૂઝ પાર્ટીમાં  પહેર્યો હતો 65 વર્ષ જૂનો ડ્રેસ, વિન્ટેજ ડ્રેસ કરતા તો બેગની કિંમત વધારે

Radhika Pre wedding : રાધિકા મર્ચન્ટે ક્રૂઝ પાર્ટીમાં પહેર્યો હતો 65 વર્ષ જૂનો ડ્રેસ, વિન્ટેજ ડ્રેસ કરતા તો બેગની કિંમત વધારે

Radhika Pre wedding  : રાધિકા મર્ચન્ટે ક્રૂઝ પાર્ટીમાં  પહેર્યો હતો 65 વર્ષ જૂનો ડ્રેસ, વિન્ટેજ ડ્રેસ કરતા તો બેગની કિંમત વધારે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસથી પોતાના બીજા પ્રી -વેડિંગને લઈ ચર્ચામાં છે. આ પહેલા અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાનું પહેલું પ્રી વેડિંગનું સેલિબ્રેશન કર્યું હતુ.

આ દરમિયાન અનેક વીડિયો અને ફોટો સામે આવ્યા હતા, પરંતુ બીજા પ્રી વેડિંગના ખુબ ઓછા વીડિયો અને ફોટો સામે આવ્યા છે.જેમાં અંબાણી પરિવાર જશ્નમાં જોવા મળી રહ્યો છે. રાધિકાના લગ્ઝરી લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. પરંતુ તેનો ગુલાબી વિન્ટેજ ડ્રેસની ચર્ચા ખુબ થઈ રહી છે. જેમાં અંબાણી પરિવારની નાની વહુ ખુબ જ સુંદર લાગી રહી છે.

રાધિકાએ પિંક કલરનો મિડી ડ્રેસ પહેર્યો

રાધિકાના કેટલાક ફોટો ઈટલીના સુંદર પોર્ટોફિનોમાં આયોજીત કરેલી ઈવેન્ટમાં લા ડોલ્સે વીટામાંથી સામે આવ્યા છે. આ ઈવેન્ટ માટે રાધિકાએ પિંક કલરની મિડી ડ્રેસ પહેર્યો હતો. જે સૌ કોઈને પસંદ આવ્યો હતો.આ ઈવેન્ટ માટે રાધિકાએ 1959નો વિન્ટેજ Christian Dior કૉકટેલ ડ્રેસ પહેર્યો હતો. જે રાધિકા પર ખુબ સુંદર લાગી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

 

વિન્ટેજ ડિયોર ડ્રેસની કિંમત

જ્યારે વિન્ટેજ એકસ્પર્ટ ડોરિસ રેમન્ડ’એ તેને 2016માં હરાજી માટે મૂક્યો ત્યારે તેની કિંમતમાં વધુ વધારો થયો. આ ‘Dior Haute Couture’ ડ્રેસની 3,840 યુએસ ડોલરમાં હરાજી કરવામાં આવી હતી. ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડ્રેસની કિંમત 3,19,416 રૂપિયા છે. એટલે કે લા ડોલ્સે વીટામાં રાધિકાએ જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત 3 લાખ રૂપિયાથી વધુ હતી.તેમજ ડ્રેસ સાથે હાથમાં જે પર્સ જોવા મળી રહ્યું છે. તેની કિંમત 22.5 લાખ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જેની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્નથી થશે.

આ પણ વાંચો : વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કરનાર રામોજી રાવના પરિવાર વિશે જાણો, જેમણે એવો કોઈ બિઝનેસ નહિ હોય તેમાં સફળતા ન મળી હોય

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *