Prestige Hospitality IPO : પ્રેસ્ટિજ હોટલ બિઝનેસ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરશે, જાણો યોજના વિશે

Prestige Hospitality IPO : પ્રેસ્ટિજ હોટલ બિઝનેસ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરશે, જાણો યોજના વિશે

Prestige Hospitality IPO : પ્રેસ્ટિજ હોટલ બિઝનેસ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરશે, જાણો યોજના વિશે
Prestige Hospitality IPO : વધુ એક હોટેલ કંપની ટૂંક સમયમાં શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર  પ્રેસ્ટિજ એસ્ટેટ ટૂંક સમયમાં તેના હોટેલ બિઝનેસનો IPO લોન્ચ કરી શકે છે.

રૂપિયા 17 થી 20 હજાર કરોડના મૂલ્યાંકનનો અંદાજ

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કંપની તેના હોસ્પિટાલિટી બિઝનેસનું 17 હજાર કરોડથી 20 હજાર કરોડ રૂપિયાની વચ્ચેના સંભવિત મૂલ્યાંકન પર નજર રાખી રહી છે. કંપનીએ IPO માટે બેન્કર તરીકે જેએમ ફાઇનાન્શિયલ, જેપી મોર્ગન અને સીએલએસએની નિમણૂક કરી છે. આજના ટ્રેડિંગમાં પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સનો શેર 1.51 ટકા ઘટીને 1843ના સ્તરે બંધ થયો હતો.

હોટલ બિઝનેસના વિસ્તરણની યોજના

કંપની તેના હોટલ બિઝનેસના વિસ્તરણ માટે સતત કામ કરી રહી છે. આ વર્ષના માર્ચ મહિનામાં જ પ્રેસ્ટિજ અને ગ્લોબલ હોટેલ કંપની મેરિયોટ ઇન્ટરનેશનલ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જે મુજબ આગામી 2 થી 5 વર્ષમાં કર્ણાટક અને ગોવામાં 6 હોટેલ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવનાર છે.

મેરિયટ કંપની સાથે મળીને દેશમાં કેટલીક નવી બ્રાન્ડ્સ પણ લોન્ચ કરશે. આ યોજના હેઠળ કંપની નવી હોટલોમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. માર્ચમાં જ પ્રેસ્ટિજે 4 શહેરોમાં પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને કોટક ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે રૂપિયા 2000 કરોડની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

હોસ્પિટાલિટી સેગમેન્ટના 12 પ્રોજેક્ટ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થયા

માર્ચ ક્વાર્ટરના પરિણામો અનુસાર, કંપનીના હોસ્પિટાલિટી સેગમેન્ટના 12 પ્રોજેક્ટ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થયા છે. 30 લાખ ચોરસ ફૂટના ત્રણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને 20 લાખ ચોરસ ફૂટના 5 પ્રોજેક્ટ આવી રહ્યા છે. ગયા વર્ષે હોસ્પિટાલિટી સેગમેન્ટમાંથી કંપનીની આવક રૂ. 789.9 કરોડ હતી. નફો 38.5 કરોડ રૂપિયા હતો. કંપની રિસોર્ટ્સ, બિઝનેસ હોટેલ્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને કન્વેન્શન સેન્ટર્સનું સંચાલન કરે છે.

અહેવાલો અનુસાર, કંપની આગામી કેટલાક વર્ષોમાં તેના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં 2 ગણો વધારો કરી શકે છે. કંપની કુલ રૂપિયા 1,700 કરોડનું રોકાણ કરી શકે છે. રિયલ એસ્ટેટ કંપની પાસે હાલમાં દેશભરમાં 1,849 હોસ્પિટાલિટી એસેટ્સ છે., કંપની તેના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોની સમીક્ષા કરી રહી છે જેથી તે તેનાથી લાભ મેળવી શકે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *