PM Modi ત્રીજી વાર વડાપ્રધાન બનતા અમેરિકામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ

PM Modi ત્રીજી વાર વડાપ્રધાન બનતા અમેરિકામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ

PM Modi ત્રીજી વાર વડાપ્રધાન બનતા અમેરિકામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ

લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ભારતમાં ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનતા અમેરિકામાં વસતા મૂળ ભારતીયોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.

ભારતના એનઆરઆઈ નાગરિકોમાં મોદીની લોકપ્રિયતા ખૂબ છે.જે કારણે તેઓ મોદીના વડાપ્રધાન પદના ત્રીજા કાર્યકાળને ઉમળકાભેર વધાવી રહ્યા છે.એનઆરઆઇ નાગરિકોમાં એક બાબત દ્રઢ પણે સ્વીકારાઈ છે કે કે મોદીએ ભારતની સંકૃતિક ધરોહર અને પરંપરાઓને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સમ્માન અપાવનાર એકમાત્ર રાજનેતા છે.

અમેરિકામાં ભારતીયોએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહનો લાઈવ જોવા વિશિષ્ઠ આયોજનો કર્યા હતા.એનડીએની જીત અને મોદીના વડાપ્રધાન પદના ત્રીજા કાર્યકાળની ખુશીઓ અને શુભકામનાઓ પરસ્પર વ્યક્ત કરી ઉજવણી કરી હતી.આ તબક્કે નવા નિમાયેલ મંત્રી મંડળને પણ આવકારી તેઓને પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

અમેરિકામાં વસતા મૂળ ભારતીયોમાં ખુશીનો માહોલ

આ અંગે અમેરિકન ઉદ્યોગપતિ અને હોટેલિયર યોગી પટેલે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપની બહુમતી ન આવતા નિરાશા થઈ હતી. નરેન્દ્ર મોદી ભારતના સૌથી વધુ સફળ, ઉદ્યમી અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન છે. ભારતની સુરક્ષા, વિકાસ અને ગરીબી નાબૂદી માટેના તેમના પ્રમાણિક પ્રયત્નો અને યોજનાઓએ આજે ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધું છે.

મોદીના કાર્યકાળ દરમ્યાન જ ભારતીય યોગ અને સાંસ્કૃતિક પરંપરાને અભૂતપૂર્વ વૈશ્વિક વિસ્તાર મળ્યો છે. નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારતને વધુ સમૃદ્ધ અને વિકસિત કરશે અને વિશ્વના સમૃદ્ધ દેશોની હરોળમાં ભારતને વધુ નામાંકીત ખ્યાતિ અપાવશે તે નક્કી છે.

પ્રથમ સૌ દિવસના કાર્યો જાણવા ઉત્સાહ : યોગી પટેલ

યોગી પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકન ભારતીય નાગરિકોમાં આ પ્રસંગે ખૂબ જ ખુશીનો માહોલ છે. નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળના આરંભમાં જ સવા સો દિવસની કામગીરીનો એજન્ડા નક્કી કર્યો છે.

અમો સૌને એ જાણવાની ઉત્સુકતા અને જિજ્ઞાસા છે કે મોદી રાજકીય નેતૃત્વ અને વહીવટી કુશળતાના કેવા નવા આયામો ભારતીય રાજકારણમાં સક્રિય કરે છે. વળી ત્રીજા કાર્યકાળમાં મોદીએ ભારતીય અર્થ વ્યવસ્થા માટે પણ ઉચ્ચતમ ટાર્ગેટ જાહેર કર્યો છે.જેથી ભારતીય ઉત્પાદકો અને બજાર વ્યવસ્થા માટે તે કેવી નવી યોજનાઓ કે નીતિ જાહેર કરે છે તે માટે પણ વિશ્વના કોર્પોરેટ વિશ્વમાં ઉત્તેજના જોવા મળી રહી છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *