Plant In Pot : હાડકા મજબૂત કરવામાં મદદ કરનાર મઠને આજે જ ઘરે ઉગાડો, જુઓ તસવીરો
- GujaratOthers
- September 18, 2024
- No Comment
- 3
મઠ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મઠ પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. તો આજે પણ ઘરે કેવી રીતે મઠનો છોડ ઉગાડી શકાય તે જાણીશું.
ઘરે મઠ ઉગાડવા માટે સૌથી પહેલા મઠને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે કૂંડામાં છુટા છવાયા મઠ મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic – Freepik )