Plant In Pot : સલાડથી લઈને પરોઠા સુધીની સ્વાદિષ્ટ વાનગી બનાવવા આજે જ ઘરે ઉગાડો મૂળાનો છોડ, જુઓ તસવીરો
- GujaratOthers
- September 10, 2024
- No Comment
- 9
શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે પોષક તત્વો યુક્ત ખોરાક ખાવો ખૂબ જ મહત્તવ છે. આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં કેવી મૂળાનો છોડ ઉગાડી શકાય છે.
મૂળાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
આ સાથે જ તમે ઈચ્છો તો માટીમાં કોકોપીટને પણ ઉમેરી શકો છો. તેમાં 3-4 ઈંચનીઉંડાઈએ મૂળાના બીજ અથવા નર્સરીમાંથી મૂળાનો છોડ લાવીને રોપી તેના પર માટી નાખી દો.
છોડને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જેથી છોડનો ગ્રોથ સારો થાય છે. તેમજ દિવસમાં એક વાર છોડને પાણી નાખો. પરંતુ ધ્યાન રાખો કે પાણી વધારે ન પડે.
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image – Getty Image