Plant In Pot : પ્રોટીનથી ભરપુર મગફળીના છોડને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો
- GujaratOthers
- September 20, 2024
- No Comment
- 8
મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મગફળી પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. તો આજે પણ ઘરે કેવી રીતે મગફળીનો છોડ ઉગાડી શકાય તે જાણીશું.
ઘરે મગફળી ઉગાડવા માટે સૌથી પહેલા મગફળીને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે કૂંડામાં છુટા છવાયા મગફળી મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image – Getty Images