![Plant In Pot : ચોમાસામાં ગરમા ગરમ મેથીના ગોટા બનાવવા ઘરે જ ઉગાડો મેથીનો છોડ, જુઓ તસવીરો](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200722-plant-in-pot-911895435709803720252596223-253323339850-511426441-047912279724.jpg)
Plant In Pot : ચોમાસામાં ગરમા ગરમ મેથીના ગોટા બનાવવા ઘરે જ ઉગાડો મેથીનો છોડ, જુઓ તસવીરો
- GujaratOthers
- July 2, 2024
- No Comment
- 2
મેથીના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. કૂંડાના તળિયામાં ડ્રેનેજ માટે છિદ્રો હોવા અત્યંત જરુરી છે.
કૂંડામાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. ત્યાર બાદ તેમાં છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી લો. છાણિયુ ખાતર છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે.
મેથીના દાણાને ઉગાડતા પહેલા એક દિવસ પાણીમાં પલાળી રાખો. જેથી તે અંકુરિત થઈ જાય. ત્યાર બાદ બીજને કૂંડામાં સરખી રીતે રોપો અને તેના પર માટી નાખી દો.
આ કૂંડાને તમે એવી જગ્યા પર રાખો જ્યાં ઓછામાં ઓછો 3-4 કલાક સૂર્ય પ્રકાશ મળે. છોડના વિકાસ માટે સૂર્ય પ્રકાશની ખૂબ જ આવશ્યકતા હોય છે.
મેથીના દાણા વાવ્યા બાદ દરરોજ જરુરીયાત અનુસાર પાણી પીવડાવો. આશરે 15 દિવસથી 1 મહિનામાં મેથીના પાન ઉપયોગમાં લઈ શકાય તે માટે સંપૂર્ણ તૈયાર થઈ જશે.