![Paytmના શેરમાં લાગી Upper Circuit, એક મહિનામાં આપ્યું મોટું રિટર્ન, જાણો રોકેટ બનેલા આ શેરની વિગત](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/196177-paytm289535-546832404486186317-236743537429-upper-circuit-452759-028950627342151.jpg)
Paytmના શેરમાં લાગી Upper Circuit, એક મહિનામાં આપ્યું મોટું રિટર્ન, જાણો રોકેટ બનેલા આ શેરની વિગત
- GujaratOthers
- June 7, 2024
- No Comment
- 12
One 97 Communications Ltdની સ્થાપના 2000માં થઈ હતી. તે ગ્રાહકો તેમજ વેપારીઓ માટે ભારતની અગ્રણી ડિજિટલ ઇકોસિસ્ટમ છે.
Paytm દ્વારા લોકો નાણાંની લેતી-દેતીના વ્યવહાર કરે છે. આ કંપની તેના આંતરિક વ્યવહારને કારણે ચર્ચામાં રહી હતી.
Paytm ના શેરે ભરોસો બતાવ્યો હતો અને ગયા શુક્રવારે 10:50 એ 8.47%ના ઉછાળા બાદ પણ તે વધી રહ્યો હતો. One 97 Communications Ltdના ભાવ શુક્રવારે બજાર ખૂલતાં સમયે 376.00 હતો.
પેટીએમએ છેલ્લા 22 દિવસમાં 16 ટ્રેડિંગ દિવસમાં રોકાણકારોને 25% થી વધુ રિટર્ન આપ્યું છે. જેમાં રોકાણકારોને મોટો ફાયદો થયો છે. Paytmનું માર્કેટ કેપની વાત કરવામાં આવે તો 23.91KCr રૂપિયા છે.
મહત્વનું છે કે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો આ શેર 11.43 % વધ્યો હતો. હજુ પણ આ શેર સારું એવું વળતર આપવાનું ચાલુ છે.
Paytmના સ્ટોકમાં આ વધારો થવા પાછળ મૂક્યા કારણો છે. એવા સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓ માના એક ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.
મહત્વની વાત એ છે કે Paytm અને અદાણી ગ્રુપે આ સમાચારને અફવા ગણાવી હતી. આમ છતાં PayTMના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં તે 10 ટકા વધ્યો હતો.
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.