Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી નાખવામાં આવી હોવાથી હોબાળો મચી ગયો હતો. આ અંગે સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આજે એટલે કે મંગળવારના રોજ મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી છે.

પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ હટાવવાનો મામલે તમામ પ્રતિમાઓને પુન:સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રતિમાઓના પુન:સ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી. જિલ્લા ક્લેકટરે આજે મૂર્તિઓ સ્થાપિત કરવાની ખાતરી આપી હતી.

પંચમહાલના પાવાગઢ પોલીસ મથકના PSI એમ.એલ.ગોહિલની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ આપ્યો છે. નવા PSI તરીકે રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. તત્કાલિન PSI એમ.એલ.ગોહિલને જાહેર હિતમાં બદલી કરી લીવ રિઝર્વમાં મુકાયા છે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈ ભક્તો, મંદિરમાં ખાસ હોમ હવનનું આયોજન- Video

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *