NEET પેપર લીક પર સૌથી મોટો ખુલાસો, પટનાના NHAI ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓએ આખી રાત રટ્યા હતા જવાબો

NEET પેપર લીક પર સૌથી મોટો ખુલાસો, પટનાના NHAI ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓએ આખી રાત રટ્યા હતા જવાબો

NEET પેપર લીક પર સૌથી મોટો ખુલાસો, પટનાના NHAI ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓએ આખી રાત રટ્યા હતા જવાબો

NEET UG પેપર લીક કેસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો થયો છે. અનેક ઉમેદવારોને પટનાના NHAI ગેસ્ટ હાઉસમાં NEET UG પરીક્ષાના પ્રશ્નપત્રો મળી ચૂક્યા હતા અને તેઓએ આખી રાત પ્રશ્નપત્રના જવાબો રટ્યા હતા. પટના એરપોર્ટની સામે આવેલા NHAI ગેસ્ટ હાઉસના રૂમ નંબર 404માં ઘણા વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા હતા.

ઉમેદવારના રહેવાની વ્યવસ્થા સિકંદર નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે વિદ્યાર્થી અનુરાગની ધરપકડ કરી છે, જે તેની માતા રીના અને અન્ય કેટલાક ઉમેદવારો સાથે આ જ ગેસ્ટ હાઉસમાં રહ્યો હતો.

ઘણી પાસબુક અને એટીએમ પણ મળી આવ્યા

બિહાર ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ બિહારમાં NEET UG પેપર લીક કેસની તપાસ કરી રહ્યું છે. તપાસ દરમિયાન યુનિટે પટણાના એજી કોલોની લાલુ ખટાલ પાસેના ભાડાના મકાનમાંથી એક ડઝન એટીએમ કાર્ડ અને વિવિધ બેંકોની પાસબુક જપ્ત કરી છે. અગાઉ તપાસ દરમિયાન 6 પોસ્ટ ડેટેડ ચેક પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટના જણાવ્યા મુજબ તમામ ચેક માફિયાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. એવી પણ આશંકા છે કે ઉમેદવારો પાસેથી 30-30 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કુલ 14ની ધરપકડ કરવામાં આવી

બિહારમાં NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં 5 NEET UG ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ કેસની તપાસ કરી રહેલા ક્રાઈમ યુનિટે આશંકા વ્યક્ત કરી છે કે 35 ઉમેદવારોએ પહેલેથી જ પેપર મેળવ્યા હતા. આ પરીક્ષા રદ કરવાની સતત માંગ ઉઠી રહી છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનું કહેવું છે કે NEET UG પરીક્ષામાં મોટાપાયે ગોટાળો થયો છે. તેથી પરીક્ષા ફરીથી લેવામાં આવે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *