NEETની પરીક્ષામાં કેવી રીતે નક્કી થાય છે રેન્ક, જાણો અહીં શું છે તેની ફોર્મ્યુલા?

NEETની પરીક્ષામાં કેવી રીતે નક્કી થાય છે રેન્ક, જાણો અહીં શું છે તેની ફોર્મ્યુલા?

NEETની પરીક્ષામાં કેવી રીતે નક્કી થાય છે રેન્ક, જાણો અહીં શું છે તેની ફોર્મ્યુલા?

નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા 4 જૂને જાહેર કરાયેલા NEET UG પરિણામમાં ગેરરીતિના આરોપો બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યોં હતો. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા 23 જૂને ફરીથી લેવામાં આવશે અને પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવશે.

ત્યારે નીટની પરીક્ષામાં કેવી રીતે રેન્ક તેમજ માર્ક્સ આપવામાં આવે છે. ચાલો જાણીએ શું છે તેની ફોર્મુલ્યા.

NEET મામલે કેમ ચાલી રહ્યો છે વિવાદ?

NTA એ  પણ સ્પષ્ટ કર્યું છે કે NEET માં પ્રથમ રેન્ક મેળવનારા તમામ 67 ઉમેદવારો ટોપર્સ નથી. આ તમામ ઉમેદવારોને 720માંથી 720 માર્કસ મળ્યા છે. તેમાંથી 44 માત્ર એટલા માટે ટોચ પર પહોંચ્યા કારણ કે તેમને ખોટા પ્રશ્નનો જવાબ આપવા બદલ ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.

2019 થી, NEET UG માં ત્રણથી વધુ ટોપર્સ ન હતા. 2019 અને 2020માં માત્ર એક જ ટોપર હતો. 2021માં ત્રણ ટોપર્સ, 2022માં એક અને 2023માં બે ટોપર્સ હતા. આ વર્ષે પ્રથમ વખત 67 ઉમેદવારોએ એક સાથે 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. ત્યારે આ કેવી રીતે હોઈ શકે તેને લઈને સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે.

શું છે NEETમાં માર્કસ અને રેન્ક આપવાની ફોર્મ્યુલા?

નીટની પરીક્ષામાં જો તમે એક પ્રશ્ન સાચો લખો તો તેના 4 માર્ક્સ હોય છે જ્યારે તે પ્રશ્નનો જવાબ ખોટો પડે તો -1 કપાઈ જાય છે, જ્યારે તમે તે પ્રશ્નને અટેમ્પટ જ ન કરો તો તેનો કોઈ માર્ક હોતો નથી.

આમાં જો બે કે તેથી વધુ વિદ્યાર્થીઓ NEET UG માં સમાન ગુણ મેળવે છે, તો ટાઈ બ્રેકરનો સહારો લેવામાં આવે છે. તે વિવિધ વિષયોમાં મેળવેલા ગુણ પર આધારિત છે. સૌ પ્રથમ, ઉમેદવારોનો રેન્ક બાયોલોજી (બોટની અને પ્રાણીશાસ્ત્ર સહિત)માં મેળવેલા ગુણના આધારે નક્કી કરવામાં આવશે. ત્યારે બાયોલોજીમાં વધુ ગુણ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે કે તેનો રેન્ક આગળ આવે છે. આ વિભાગમાં ઉમેદવારોના બાયોલોજિકલ કોન્સેપ્ટની માહિતી આપવામાં આવી છે.

હવે, જો આપણે માની લઈએ કે બાયોલોજીમાં કેટલાક ઉમેદવારો સમાન માર્ક્સ મેળવે છે, તો શું થશે? જો આમ થશે તો ઉમેદવારોની રેન્કિંગ કેમેસ્ટ્રીમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. ત્યારબાદ કેમેસ્ટ્રીમાં વધુ માર્કસ મેળવનાર કોઈપણ ઉમેદવારને પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવશે. અહીં પણ ટાઈ બ્રેકરની પરિસ્થિતિ ઊભી થાય છે, એટલે કે જો ઉમેદવારોને કેમેસ્ટ્રીમાં સમાન ગુણ હોય, તો ફિઝિક્સમાં મેળવેલા ગુણના આધારે પસંદગી નક્કી કરવામાં આવશે. એટલે કે ફિઝિક્સમાં વધુ માર્કસ મેળવનારને પ્રાધાન્ય મળશે.

જો કોઈ ત્રણે વિષયમાં સરખા માર્કસ મેળવે તો?

જો બે ઉમેદવારોને બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં સમાન ગુણ મળ્યા હોય તો શું? આવી સ્થિતિમાં લોટરીનો સહારો લેવામાં આવે છે. સમાન ગુણ ધરાવતા તમામ ઉમેદવારો માટે ડ્રો કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. આના દ્વારા, રેન્ડમ સિલેક્શન દ્વારા સમાન માર્કસ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *