Monsoon 2024 : સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો

Monsoon 2024 : સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો

રાજસ્થાન અને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન અને ઓફ શોર ટર્ફને કારણે, ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, આજે ગુરુવારે સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. બનાસકાંઠાના દાંતામાં સવારે 6થી 10 સુધીમાં 200 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 89 તાલુકામાં એક મીલીમીટરથી લઈને 202 મીલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે.

આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમા સુરત, નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમા અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ગાંધીનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 7 જુલાઈને રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Related post

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ છે? હવે કોલંબોમાં વાગશે તેનો ડંકો

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ…

ભારતીયો વિશ્વના વિવિધ ભાગોમાં વેવ બનાવી રહ્યા છે. કોઈ રમતમાં નામ કમાઈ રહ્યું છે, તો કોઈ ધંધામાં. જેના કારણે તેને અલગ-અલગ…
ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો,…

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત…
IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી…

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *