Legends League : હરભજન સિંહ BCCI  પ્રમુખના પુત્ર પર પડ્યો ભારે, છેલ્લા ઓવરમાં 25 રન બનાવ્યા છતા હારી ટીમ

Legends League : હરભજન સિંહ BCCI પ્રમુખના પુત્ર પર પડ્યો ભારે, છેલ્લા ઓવરમાં 25 રન બનાવ્યા છતા હારી ટીમ

Legends League : હરભજન સિંહ BCCI  પ્રમુખના પુત્ર પર પડ્યો ભારે, છેલ્લા ઓવરમાં 25 રન બનાવ્યા છતા હારી ટીમ

હાલમાં Legends League ક્રિકેટની ત્રીજી સીઝન ચાલી રહી છે. જેની 13મી મેચ હરભજન સિંહની આગેવાની હેઠળની મણિપાલ ટાઈગર્સ અને ગુરકીરત સિંહની આગેવાની હેઠળની અર્બનાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, જેમાં હરભજન સિંહની ટીમનો વિજય થયો હતો.

હરભજન સિંહની ટીમે સુપર ઓવરમાં મેચ જીતી

મણિપાલ ટાઈગર્સે પ્રથમ બેટિંગ કરતા 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ 19 ઓવરમાં 119 રન બનાવી શકી હતી. છેલ્લી ઓવરમાં તેને 6 બોલમાં 26 રનની જરૂર હતી અને માત્ર 3 વિકેટ બાકી હતી. હૈદરાબાદે 25 રન બનાવ્યા હતા. જેના કારણે મેચ ટાઈ થઈ હતી. આ પછી હરભજન સિંહની ટીમે સુપર ઓવરમાં મેચ જીતી લીધી હતી.

હરભજનની ટીમે સ્ટુઅર્ટ બિન્ની પર ભારે પડી

અર્બનાઇઝર્સ હૈદરાબાદ અને મણિપાલ ટાઇગર્સ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. હૈદરાબાદની ટીમ 145 રનનો પીછો કરવામાં લગભગ સફળ રહી હતી. છેલ્લી ઓવરમાં 26 રનની જરૂર હતી. જેમાંથી 25 રન બનાવ્યા હતા. હૈદરાબાદના કેપ્ટન ગુરકીરત સિંહે છેલ્લી ઓવરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. તેનો આગળનો બોલ વાઈડ ગયો, જેના પર તેણે સિંગલ લીધો. હવે વારો હતો બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીનો.

તેણે રાહુલ શુક્લાના બોલ પર સિક્સર ફટકારી હતી. તે નો બોલ હતો. આ સાથે હૈદરાબાદને 7 રન મળ્યા હતા. બિન્નીએ પછીના બે બોલ પર બે ડબલ્સ લીધા, પછી બીજા ચોગ્ગા ફટકાર્યા. હવે 1 બોલ પર 2 રન બનાવવાના હતા, જેમાં બિન્ની નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 1 રન બનાવી શક્યો અને મેચ ટાઈ થઇ. તેણે છેલ્લી ઓવરના 4 બોલમાં 14 રન બનાવ્યા, જ્યારે આખી મેચમાં તેણે 10 બોલમાં 20 રનની શાનદાર ઈનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. જ્યારે મેચ સુપર ઓવરમાં ગઈ ત્યારે હૈદરાબાદની ટીમ માત્ર 4 રન બનાવી શકી હતી, જેનો હરભજન સિંહની ટીમે સરળતાથી પીછો કર્યો હતો. આ મેચમાં હરભજને શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા, જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.

પોઈન્ટ ટેબલમાં કોણ ક્યાં છે?

લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ત્રીજી સિઝનની લગભગ અડધી મેચો પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં, દિનેશ કાર્તિની કપ્તાનીવાળી સધર્ન સુપરસ્ટાર્સ ટીમ 5 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ પછી, ઇયાન બેલની કપ્તાની હેઠળ, ઇન્ડિયા કેપિટલ્સે 5માંથી 4 મેચ જીતી છે અને તે લીગમાં બીજા સ્થાને છે. હરભજન સિંહની ટીમ અત્યાર સુધી 5માંથી માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે અને ટેબલ પર ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત ઈરફાન પઠાણની કોણાર્ક સૂર્ય ઓડિશા ચોથા સ્થાને, શિખર ધવનની ટીમ ગુજરાત ગ્રેટ્સ પાંચમા સ્થાને અને ગુરકીરત સિંહની અર્બનાઇઝર્સ હૈદરાબાદ છઠ્ઠા સ્થાને છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *