Kuwait fire:  ઇમારતમાં આગ લાગવાથી 4 ભારતીયો સહિત 35 લોકોના મોત, જુઓ વીડિયો

Kuwait fire: ઇમારતમાં આગ લાગવાથી 4 ભારતીયો સહિત 35 લોકોના મોત, જુઓ વીડિયો

Kuwait fire:  ઇમારતમાં આગ લાગવાથી 4 ભારતીયો સહિત 35 લોકોના મોત, જુઓ વીડિયો

કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અંદાજે 35 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર આ દુખદ ઘટનામાં અંદાજે ચાર ભારતીયોના પણ મોત થયા છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બિલ્ડિંગમાં મલયાલમની મોટી વસ્તી છે. મૃતકોમાં બે તમિલનાડુ અને ઉત્તર ભારતના હતા.

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાં કેટલાક ગંભીર હાલતમાં છે, તેમને જરૂરી તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યા છે. તેમજ તબીબી તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે,

જુઓ વીડિયો

 

 

ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવી રહી છે. ન્યુઝ એજન્સી KUNA અનુસાર અંદાજે 35લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કુવૈત પોલીસના ઈદ રશેદ હમાસે કુવૈતના માહિતી મંત્રાલય સાથે મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આગમાં માર્યા ગયેલા ચાર સહિત ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ઈમારતમાં મોટા ભાગે મજુર રહેતા હતા

અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે આગળ લખ્યું કે દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.રિપોર્ટ મુજબ આ આગ બુધવારે વહેલી સવારે એક લેબર કેમ્પના કિચનમાં લાગી હતી. આ આગ જોઈ કેટલાક લોકો એપાર્ટમેન્ટમાંથી નીચે કુદવા લાગ્યા હતા. તેમજ કેટલાક લોકો અંદર ગુંગળામણ થવાથી મૃત્યું થયું છે. એક રિપોર્ટ મુજબ ઈમારતમાં અંદાજે 195 મજુર રહેતા હતા.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાન ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો શું છે કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *