Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’, પત્ની સંજના ગણેશનને આપ્યો ઈન્ટરવ્યુ, વીડિયો થયો વાયરલ

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’, પત્ની સંજના ગણેશનને આપ્યો ઈન્ટરવ્યુ, વીડિયો થયો વાયરલ

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’, પત્ની સંજના ગણેશનને આપ્યો ઈન્ટરવ્યુ, વીડિયો થયો વાયરલ

Jasprit Bumrah on Win T20 WC 2024: ICC ટાઇટલ માટે ભારતની 11 વર્ષની લાંબી રાહ વિરાટ કોહલીના બેટમાંથી નીકળેલી આગ અને રોહિત શર્માની ‘કૂલ’ કેપ્ટનશિપના આધારે સમાપ્ત થઈ જ્યારે આ સ્ટાર્સથી ભરપૂર ટીમે અત્યંત રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું અને જીત મેળવી. T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે આઠ મેચમાં 15 વિકેટ લીધી હતી પરંતુ તેનું યોગદાન આ આંકડા કરતા ઘણું વધારે હતું, જેના કારણે ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. બુમરાહે દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં રીઝા હેન્ડ્રિક્સ અને માર્કો જેન્સનની વિકેટ લીધી હતી.

જ્યારે પત્ની સંજનાએ બુમરાહને પૂછ્યું કે જીત પછી કેવું લાગી રહ્યું છે

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

બુમરાહે એવોર્ડ સમારોહમાં કહ્યું

“મેં શાંતિથી રમવાનો પ્રયત્ન કર્યો. આ તે છે જેના માટે આપણે રમીએ છીએ અને હું ક્લાઉડ સેવન પર છું. મારો પુત્ર અહીં છે, મારો પરિવાર અહીં છે. અમે જીતવા માટે ઘણી મહેનત કરી છે. આનાથી વધુ કંઈ નહીં.હું આખી ટુર્નામેન્ટમાં ખૂબ જ સ્પષ્ટ અને શાંત રહ્યો. હવે જીત બાદ લાગણીઓ કાબુમાં આવી શકે છે, તેણે કહ્યું, “હું સામાન્ય રીતે લાગણીઓ વ્યક્ત કરતો નથી પરંતુ હવે કામ પૂર્ણ થઈ ગયું છે. આજે મારી પાસે શબ્દો નથી. હું મેચ પછી રડતો નથી પરંતુ આજે લાગણીઓ પર કાબુ રહ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’

બુમરાહે સાઉથ આફ્રિકા સામે રમાયેલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 4.50ની ઈકોનોમી પર 18 રન આપ્યા અને 2 મહત્વની વિકેટ લીધી. બુમરાહે સમગ્ર ટૂર્નામેન્ટમાં 8.27ની શાનદાર એવરેજથી 15 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. બુમરાહ સમગ્ર સિઝનમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. દરેક મેચમાં તેણે ટીમ માટે મહત્વની વિકેટ લીધી હતી.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *