![Jamnagar Video : માતાએ સાયકલ ચલાવવા બાબતે આપ્યો ઠપકો, 9 વર્ષના બાળકે કર્યો આપઘાત](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199626-jamnagar-video-575228417350017-704906713303686-227568924996526053-440983614844.jpg)
Jamnagar Video : માતાએ સાયકલ ચલાવવા બાબતે આપ્યો ઠપકો, 9 વર્ષના બાળકે કર્યો આપઘાત
- GujaratOthers
- June 26, 2024
- No Comment
- 13
વર્તમાન સમયમાં આપધાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલીક વાર નાની વાતમાં પણ લોકો આત્મહત્યા કરી દેતા હોય છે. આવી જ એક ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં માત્ર 9 વર્ષના બાળકે આત્મહત્યા કરતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
જામનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારના માત્ર 9 વર્ષના બાળકે આત્મહત્યા કરતા આસાપાસના વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મૃતકે તેના ઘરે જ ફાંસો ખાઈ બાળકે આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. 9 વર્ષના બાળકે આત્મ હત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.