Jamnagar Video : કાલાવડ પંથકમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

Jamnagar Video : કાલાવડ પંથકમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

જામનગરના કાલાવડમાં વાતાવરણ પલટાયું છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડના ખરેડી, જસાપર, ખીજડીયા, ભાડુકિયા, વડાલામાં વરસાદ વરસ્યો છે. કાલાવડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જો કે વાવણીલાયક વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. છોટાઉદેપુરના બોડેલી, ઢોકલીયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. જો કે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વ્યારામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વલસાડમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે. બોડેલી અને નિઝરમાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાગબારા અને વાપીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *