Iran Attacks Israel: ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલ પર છોડી 400 બેલેસ્ટિક મિસાઈલ, લોકોને બંકરમાં રહેવા સુચના

Iran Attacks Israel: ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલ પર છોડી 400 બેલેસ્ટિક મિસાઈલ, લોકોને બંકરમાં રહેવા સુચના

Iran Attacks Israel: ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલ પર છોડી 400 બેલેસ્ટિક મિસાઈલ, લોકોને બંકરમાં રહેવા સુચના

ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલી દળોએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી 400 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. નાગરિકોને આશ્રયસ્થાનોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. IDF ચેતવણી બાદ સમગ્ર ઇઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ઇઝરાયેલના લોકોને બંકરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલના આયર્ન ડોમે ઈરાની મિસાઈલોને રોકવાનું શરૂ કરી દીધુ છે.

હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મૃત્યુ બાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈઝરાયેલ પર મોટો હુમલો થઈ શકે છે. ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા પહેલા જ ઈઝરાયલી દળોએ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. IDF દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હિઝબુલ્લાહ ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોને મારવાની યોજના બનાવી રહ્યું છે.

ઈરાનની મિસાઈલોને રોકી રહ્યો છે આયરન ડોમ

ઈરાન તરફથી મિસાઈલ છોડવામાં આવતા જ ઈઝરાયેલે તેની સુરક્ષા કવચ આયરન ડોમને સક્રિય કરી દીધું છે. હાલમાં ઈઝરાયેલનો સંપૂર્ણ જોર ઈરાનની મિસાઈલોને રોકવા પર છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈરાનની મિસાઈલને તોડી પાડવાની શરૂઆત ઈઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કરી છે. અમે તમામ પ્રકારના જોખમો અને હુમલાઓનો સામનો કરવા સક્ષમ છીએ.

ઈરાને કહ્યું: જો ઈઝરાયેલ જવાબ આપશે તો વધુ હિંસક હુમલા કરશે

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને લઈને સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઈસ્માઈલ હનીયેહ, હસન નસરાલ્લાહ અને અબ્બાસ નિલફોરુશનને શહીદ ગણાવવામાં આવ્યા છે. તે કહે છે કે આ હત્યાઓના જવાબમાં અમે ઇઝરાયેલ પર ડઝનબંધ રોકેટ વડે હુમલો કર્યો છે. જો ઇઝરાયેલ આનો જવાબ આપશે, તો અમે વધુ વિનાશક હુમલા કરીશું.

જાફામાં સ્ટેશન પર આતંકવાદી હુમલો, બાદમાં મિસાઈલ હુમલો

ઇઝરાયેલ પર હુમલા મંગળવારે જાફા સ્ટેશનથી શરૂ થયા હતા, જ્યાં બે આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા. ઈઝરાયલ આ હુમલાનો સામનો કરી રહ્યું હતું, આ દરમિયાન ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલ ફાયરિંગના સમાચારથી ઈઝરાયેલના નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે.

જોર્ડને એર ટ્રાફિક સ્થગિત કર્યો, ઇઝરાયેલે ફ્લાઇટ્સ અટકાવી

જોર્ડનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે તેણે હવાઈ ટ્રાફિકને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે. તે દરમિયાન, ઇઝરાયેલ આર્મી રેડિયોથી મળેલી માહિતી અનુસાર, બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઇઝરાયેલના નાગરિકોએ આગળના આદેશો સુધી બંકરમાં રહેવા સુચના

ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓ વચ્ચે, IDF એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે નાગરિકોએ આગામી આદેશો સુધી સુરક્ષિત વિસ્તારોમાં રહેવું પડશે. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેલ અવીવમાં મૃત સમુદ્રની નજીક, દક્ષિણમાં અને શેરોન વિસ્તારમાં અનેક સ્થળોએ શ્રાપનેલ અથવા રોકેટ હુમલાના અહેવાલ છે. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી, જોકે તમામ ઈઝરાયેલીઓને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ સુરક્ષા સલાહકાર સાથે વાત કરી

ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને દરેક પરિસ્થિતિમાં સમર્થન આપશે. તેમણે સુરક્ષા સલાહકાર સાથે પણ વાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઈડને સુરક્ષા સલાહકારો સાથેની બેઠકમાં ઇઝરાયેલને હુમલાઓથી બચાવવાના મુદ્દાની સમીક્ષા કરી છે.

ઈરાનને પસ્તાવો થશેઃ ઈઝરાયેલના નાણામંત્રી

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલના નાણા મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગાઝા હિઝબુલ્લાહ અને લેબનોનની જેમ ઈરાન પણ આ ક્ષણે માટે પસ્તાશે.

આ પણ વાંચો: બદનક્ષીનો કેસ પરત ખેંચ્યા બાદ પૂર્વ CM રૂપાણીનું નિવેદન, કહ્યું: સમાધાન નથી કર્યું

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *