IPO News : NTPC ગ્રીન એનર્જીએ IPO માટે સેબીમાં કરી અરજી, શેર હોલ્ડરને થઈ શકે છે મોટો ફાયદો
- GujaratOthers
- September 19, 2024
- No Comment
- 7
રિન્યુએબલ એનર્જી કંપનીએ જણાવ્યું હતું કે ઇશ્યૂમાંથી ઊભા કરાયેલા રૂ. 7,500 કરોડનો ઉપયોગ તેની પેટાકંપની NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ (NREL)ના બાકી દેવાની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી માટે ઉપયોગ કરવામાં આવશે, જ્યારે એક ભાગનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
આ IPOમાં ખાસ વાત એ છે કે NTPCના શેર હોલ્ડર જ્યારે IPO ભરશે ત્યારે તેમણે શેર હોલ્ડર ક્વોટા અંતર્ગત ભરવાનો રહેશે. જેથી તેમને લાભ થવાની શક્યતા રહેશે.આજે NTCP ગ્રીન એનર્જીના શેરની કિંમત 424 રુપિયા છે.
ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર ઝડપથી આગળ વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ભારત હાલમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતાના સંદર્ભમાં વિશ્વમાં ચોથા ક્રમે છે.
NTPC ગ્રીન એનર્જી એ ‘મહારત્ન’ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ છે. તેની પાસે છ કરતાં વધુ રાજ્યોમાં સૌર અને પવન ઊર્જા સંપત્તિ છે. ઓગસ્ટ 2024 સુધીમાં કંપનીની કાર્યકારી ક્ષમતામાં છ રાજ્યોમાં સૌર પ્રોજેક્ટ્સમાંથી 3,071 મેગાવોટ અને પવન પ્રોજેક્ટ્સમાંથી 100 મેગાવોટનો સમાવેશ થાય છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.