IPO NEWS : જાણીતી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની કમાણીની તક લાવશે, રૂપિયા 3000 કરોડ એકત્ર કરવાની યોજના

IPO NEWS : જાણીતી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની કમાણીની તક લાવશે, રૂપિયા 3000 કરોડ એકત્ર કરવાની યોજના

IPO NEWS : જાણીતી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની કમાણીની તક લાવશે, રૂપિયા 3000 કરોડ એકત્ર કરવાની યોજના

Niva Bupa Health Insurance Company Ltd જે અગાઉ Max Bupa Heath Insurance Company Ltd તરીકે જાણીતી હતી તેણે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ એટલેકે IPO દ્વારા રૂપિયા 3,000 કરોડ એકત્ર કરવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં અરજી દાખલ કરી છે.

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ સૂચિત IPOમાં રૂપિયા 800 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર અને રોકાણકાર શેરધારકો દ્વારા રૂપિયા 2,200 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.

OFS હેઠળ રોકાણકાર Fettle Tone LLP રૂપિયા 1,880 કરોડના શેરનું વેચાણ કરશે અને પ્રમોટર બૂપા સિંગાપોર હોલ્ડિંગ્સ રૂપિયા  320 કરોડના શેરનું વેચાણ કરશે. નિવા બુપા બુપાની બહુમતી માલિકીની છે જે યુ.કે.માં સ્થિત મુખ્ય મથક ધરાવતી આંતરરાષ્ટ્રીય હેલ્થ કેર કંપની છે.

બુપા સિંગાપોર હોલ્ડિંગ્સ 62.27 ટકા હિસ્સો ધરાવે છે.

હાલમાં, Bupa Singapore Holdings 62.27 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે Fatal Tone LLP વીમા કંપનીમાં 27.86 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ શનિવારે ફાઈલ કરેલા તેના ડ્રાફ્ટ પેપર્સમાં જણાવ્યું હતું કે તે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટના ભાગ રૂપે રૂપિયા 160 કરોડ સુધીની સિક્યોરિટીઝ જારી કરવાનું વિચારી શકે છે. જો આવી પ્લેસમેન્ટ પૂર્ણ થઈ જશે તો નવા ઈશ્યુનું કદ ઘટશે.

કંપની તાજા ઇશ્યૂમાંથી રૂપિયા 625 કરોડની ચોખ્ખી આવકનો ઉપયોગ સોલ્વન્સી સ્તરને મજબૂત કરવા માટે તેના મૂડી આધારને વધારવા માટે કરશે, ઉપરાંત એક ભાગનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

બીજી સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની IPO લોન્ચ કરશે

સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની પછી આઈપીઓ લોન્ચ કરનારી આ બીજી સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની હશે. નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની એ FY2024માં ₹5,499.43 કરોડના ગ્રોસ ડાયરેક્ટ પ્રિમિયમ્સ લેખિત પ્રીમિયમ (GDPI) સાથે ભારતમાં અગ્રણી સ્ટેન્ડઅલોન રિટેલ હેલ્થ ઈન્સ્યોરન્સ (SAHI) પૈકીની એક છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : ફાઈનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ નતાશાને વીડિયો કોલ કર્યો? ફોટો વાયરલ થયા બાદ પેચ-અપની ચર્ચા શરૂ

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *