IND vs PAK: ક્રિસ ગેલે ભારત-પાકિસ્તાનના ફ્લેગવાળો સૂટ પહેર્યો, રોહિત શર્માને આ ભૂલ કરતા રોક્યો

IND vs PAK: ક્રિસ ગેલે ભારત-પાકિસ્તાનના ફ્લેગવાળો સૂટ પહેર્યો, રોહિત શર્માને આ ભૂલ કરતા રોક્યો

IND vs PAK: ક્રિસ ગેલે ભારત-પાકિસ્તાનના ફ્લેગવાળો સૂટ પહેર્યો, રોહિત શર્માને આ ભૂલ કરતા રોક્યો

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચની જે ચાહકો રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. બંને ટીમો 8મી વખત ન્યૂયોર્કમાં આમને-સામને છે. આ મેચ જોવા માટે હજારો ચાહકો પહોંચ્યા હતા. ક્રિકેટની સૌથી મોટી હરીફાઈનો લાઈવ અનુભવ કરવા માટે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ઘણા મોટા ક્રિકેટ સ્ટાર્સ પણ હાજર છે. T20ના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ પણ આ મેચનો આનંદ લેવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સાથેનો સૂટ પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેના સૂટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

ગેલે સૂટ પર ઓટોગ્રાફ લીધો

ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રિસ ગેલ પણ ન્યૂયોર્ક પહોંચી ગયો છે. મેચની શરૂઆત પહેલા તે મેદાન પર હાજર બંને ટીમના ખેલાડીઓને મળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના ખાસ ભારત-પાકિસ્તાનના ફ્લેગ સૂટ પર કેટલાક ખેલાડીઓના ઓટોગ્રાફ પણ લીધા હતા. તે ભારતીય કેપ્ટન રોહિત શર્માને મળ્યો અને તેને ગળે લગાવ્યો અને તેનો ઓટોગ્રાફ પણ લીધો. આ દરમિયાન રોહિત એક ભૂલ કરવા જઈ રહ્યો હતો, જે પહેલા ગેલે તેને રોક્યો હતો. વાસ્તવમાં, રોહિત શર્મા પાકિસ્તાની ઝંડા પર સાઈન કરવા જઈ રહ્યો હતો, ત્યારે ગેલે તેને રોક્યો, પછી રોહિતે સૂટની આગળની બાજુએ સાઈન કરી હતી.

વિરાટ-બાબરને ગળે લગાવ્યા

રોહિત સિવાય વિરાટ કોહલી પણ ગેલને મળ્યો અને તેને ગળે લગાવ્યો અને તેને ઓટોગ્રાફ પણ આપ્યો. આ દરમિયાન બંને ફૂટબોલ પણ રમતા અને જોર જોરથી હસતા જોવા મળ્યા હતા. રિષભ પંત અને યશસ્વી જયસ્વાલે પણ તેને ઓટોગ્રાફ આપ્યા હતા. ગેલ પાકિસ્તાની ખેલાડીઓને પણ મળ્યો હતો. તે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને મળ્યો, તેને ગળે લગાવ્યો અને પછી તેનો ઓટોગ્રાફ લીધો.

ભારતના સમર્થનમાં સચિન-યુવરાજ

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર પણ પાકિસ્તાન સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024નો બ્રાન્ડ એમ્બેસેડર અને 2007ની આવૃત્તિનો વિજેતા યુવરાજ પણ સચિન સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : IND vs PAK: વરસાદથી ભારત-પાકિસ્તાનની મેચમાં વિક્ષેપ પડે તો આ રીતે આવશે નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર, હવે રોહિત શર્માની ટીમ કેવી રીતે જીતશે?

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ…
Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો કર્યો વધારો

Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો…

દેશની સૌથી મોટી યુઝર બેઝ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતો વધારવાના નિર્ણય બાદ વોડાફોને પણ મોબાઈલ…
હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો નિર્ણય

હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો…

સિક્યોરિટી માર્કેટમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે બજાર નિયામક સેબીએ શુક્રવારે મૂળભૂત સેવા ડીમેટ ખાતાની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *