Hyundai Motor India એ દેશના સૌથી મોટા IPO માટે ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા, ₹ 25000 કરોડ એકત્ર કરવાની તૈયારી

Hyundai Motor India એ દેશના સૌથી મોટા IPO માટે ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા, ₹ 25000 કરોડ એકત્ર કરવાની તૈયારી

Hyundai Motor India એ દેશના સૌથી મોટા IPO માટે ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા, ₹ 25000 કરોડ એકત્ર કરવાની તૈયારી

Hyundai Motor India IPO: દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટર કંપનીની ભારતીય શાખા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા છે. કંપની $18-20 બિલિયનના ટાર્ગેટ વેલ્યુએશન પર IPOમાંથી લગભગ $3 બિલિયન એટલે કે લગભગ રૂ. 25,000 કરોડ એકત્ર કરવા માંગે છે.

મનીકંટ્રોલને સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. Hyundai Motor Indiaનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી, દેશમાં 2.7 બિલિયન ડોલરનો સૌથી મોટો IPO 2022 માં આવ્યો હતો, જે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) નો છે.

DRHP (draft red herring prospectus) અનુસાર, “હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો IPO એ મૂળ કંપની હ્યુન્ડાઇ મોટર કંપની તરફથી વેચાણ માટેની શુદ્ધ ઓફર (OFS) છે, જે હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 142,194,700 શેર્સનું વેચાણ કરવામાં આવશે.” સિટી, HSBC સિક્યોરિટીઝ, જેપી મોર્ગન, કોટક મહિન્દ્રા કેપિટલ અને મોર્ગન સ્ટેનલીને હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના IPO અંગે સલાહ આપતી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક તરીકે પસંદ કરવામાં આવી છે. લો ફર્મ શાર્દુલ અમરચંદ મંગલદાસ કંપનીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.

નાણાકીય વર્ષ 2024 માં બીજા નંબરની સૌથી મોટી કાર નિર્માતા

FY2024માં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણની દ્રષ્ટિએ મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ ભારતની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હતી. કંપનીની હરીફ મારુતિ સુઝુકી ઈન્ડિયાના શેરના ભાવમાં છેલ્લા છ મહિનામાં 24.35 ટકાનો વધારો થયો છે.

ઓટોકાર પ્રોફેશનલના જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઈના ભારતીય યુનિટે FY23માં રૂ. 60,000 કરોડની આવક અને રૂ. 4,653 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે દેશમાં નોન-લિસ્ટેડ કાર નિર્માતાઓમાં સૌથી વધુ છે.

કંપનીનું વેચાણ કેવું રહ્યું?

વેચાણની દ્રષ્ટિએ, ઓટો કંપનીએ મે મહિનામાં કુલ વેચાણમાં 7 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી, જે 63,551 એકમો હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં તે 59,601 એકમો હતી. ગયા મહિને, એસયુવી શ્રેણીમાં સ્થાનિક વેચાણમાં તેનો હિસ્સો 67 ટકાથી વધુ હતો. આ વર્ષે એપ્રિલમાં, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ 2030 સુધીમાં પાંચ નવા ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *