Haldiram’s ના તમે પણ બની શકો માલિક, કંપની લાવી શકે છે IPO

Haldiram’s ના તમે પણ બની શકો માલિક, કંપની લાવી શકે છે IPO

Haldiram’s ના તમે પણ બની શકો માલિક, કંપની લાવી શકે છે IPO

ભારતમાં દરેક ઘરમાં જો કોઈ એક બ્રાન્ડની ઓળખ હોય તો તે છે ‘હલ્દીરામ’. હલ્દીરામ કંપનીના વેચાણની અટકળો બજારમાં લાંબા સમયથી ફેલાઈ રહી છે. ક્યારેક સમાચાર આવે છે કે ટાટા ગ્રૂપ તેને ખરીદવા માંગે છે તો ક્યારેક દુનિયાનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ ‘બ્લેક સ્ટોન’ તેમાં રસ લે છે. હવે આ સમાચારોનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

હા, તાજા સમાચાર એ છે કે ‘હલ્દીરામ’ પોતાના માટે જે વેલ્યુએશનની અપેક્ષા રાખે છે, તે તેને ન તો ટાટા ગ્રુપ તરફથી મળ્યું છે કે ન તો બ્લેકસ્ટોન કન્સોર્ટિયમ તરફથી. બ્લેકસ્ટોન અને અન્ય કંપનીઓના કન્સોર્ટિયમ દ્વારા તાજેતરની વાટાઘાટો હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો હતા, જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાટાઘાટો પણ હવે ખોરવાઈ ગઈ છે. તેના બદલે ‘હલ્દીરામ’ હવે પોતાનો IPO લાવવાનું વિચારી રહી છે.

હલ્દીરામનો આઈપીઓ આવી શકે છે

‘હલ્દીરામ’ બ્રાન્ડ હાલમાં ત્રણ અલગ-અલગ કંપનીઓ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. પરંતુ એકંદરે ‘હલ્દીરામ’નો બિઝનેસ માત્ર અગ્રવાલ પરિવાર પાસે છે. તેના ત્રણ ભાગોમાંથી, એક કોલકાતામાં છે, જે પહેલાથી કોઈપણ વેચાણ સોદાનો ભાગ નથી. આ બ્રાન્ડ દિલ્હીમાં હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને નાગપુરમાં હલ્દીરામ ફૂડ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડની માલિકીની છે, જે બ્લેકસ્ટોન કન્સોર્ટિયમ સાથેની વાતચીત દરમિયાન મર્જ થવા જઈ રહી હતી. તેના આધારે કંપનીનું મૂલ્યાંકન 8 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું.

‘હલ્દીરામ’નો દિલ્હીનો બિઝનેસ મનોહર અગ્રવાલ અને મધુસૂદન અગ્રવાલ પાસે છે. જ્યારે નાગપુરનો બિઝનેસ કમલકુમાર શિવકિશન અગ્રવાલ પાસે છે. મર્જર બાદ નવી કંપનીનું નામ હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ થવાનું હતું. પરંતુ હવે સમાચાર છે કે દિલ્હીના હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકો જ તેનો આઈપીઓ લાવવા જઈ રહ્યા છે. હલ્દીરામ માત્ર રેસ્ટોરન્ટનો બિઝનેસ જ 1800 કરોડ રૂપિયાનો છે.

12 અબજ ડોલરનું મૂલ્યાંકન માંગે છે

આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોને ટાંકીને ETએ એક સમાચારમાં જણાવ્યું છે કે જ્યારે ‘હલ્દીરામ’ ટાટા ગ્રુપ સાથે વાટાઘાટ કરી રહી હતી ત્યારે તેણે $10 બિલિયનના મૂલ્યની ગણતરી કરી હતી. પછી બ્લેકસ્ટોન કન્સોર્ટિયમ સાથેની વાતચીત દરમિયાન, ‘હલ્દીરામ’ $12 બિલિયનનું વેલ્યુએશન ઇચ્છતો હતો, પરંતુ તેને માત્ર $8 બિલિયનનું વેલ્યુએશન મળ્યું.

સૂત્રોનું કહેવું છે કે હવે ‘હલ્દીરામ’એ નક્કી કર્યું છે કે તે 8 થી 8.5 બિલિયન ડૉલરના વેલ્યુએશન પર જ સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરશે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ‘હલ્દીરામ’ની શરૂઆત ગંગા બિશન અગ્રવાલે 1930માં બિકાનેરમાં કરી હતી.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *