Google Chrome યુઝર્સને સરકારની ચેતવણી, તરત કરી લો આ કામ, નહીં તો હેક થઈ જશે ડેટા

Google Chrome યુઝર્સને સરકારની ચેતવણી, તરત કરી લો આ કામ, નહીં તો હેક થઈ જશે ડેટા

Google Chrome યુઝર્સને સરકારની ચેતવણી, તરત કરી લો આ કામ, નહીં તો હેક થઈ જશે ડેટા

સરકારે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ કહ્યું કે ભારતમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરના લાખો યુઝર્સની PC અને Linux સિસ્ટમ આના કારણે પ્રભાવિત થઈ શકે છે. 14 જૂને સિક્યોરિટી એજન્સીએ એક ચેતવણી જાહેર કરીને કહ્યું હતું કે ગૂગલ ક્રોમની સિક્યુરિટી સિસ્ટમમાં હેકર્સ ગળબળી કરી શકે છે, જેના કારણે યૂઝરનો પર્સનલ ડેટા હેક થઈ શકે છે. CERT-In એ વપરાશકર્તાઓને તેમના Google Chrome બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા જણાવ્યું છે.

શું છે સરકારની ચેતવણી?

CERT-In એ ચેતવણી જારી કરીને કહ્યું કે આ ખામી Google Chrome બ્રાઉઝર V8 અને ફ્રી ડોન, BrowserUI, DevTools, Momory Allocator, Doenloads વગેરેમાં જોવા મળી છે. જો સરળ ભાષામાં સમજીએ તો, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ ખામીને કારણે, સાયબર ગુનેગારોને વપરાશકર્તાઓના પીસીની ઍક્સેસ મળી શકે છે. સાયબર સિક્યોરિટી એજન્સીએ કહ્યું કે યુઝર્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે જો તેઓ Windows, MacOS અથવા Linuxમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યાં છે, તો તેઓ નીચે આપેલા વર્ઝનનો ઉપયોગ નથી કરી રહ્યાં.

  • 126.0.6478.56/57 પહેલાના Google Chrome વર્જન (Windows અને Mac)
  • 126.0.6478.54 (Linux) પહેલાના Google Chrome વર્જન

ગૂગલ ક્રોમને આ રીતે અપડેટ કરો

CERT-In એ કહ્યું કે જો તમે તમારા PC માં Google Chrome નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ કરવું પડશે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌથી પહેલા તમારા પીસીમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોંચ કરો.
  • આ પછી, ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો અને સેટિંગ્સ પર જાઓ.
  • અહીં તમને About નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે અપડેટ ક્રોમ પર ક્લિક કરીને નવા વર્જનને  ડાઉનલોડ કરો.
  • આ રીતે તમારું Google Chrome બ્રાઉઝર નવા વર્જન સાથે અપડેટ થઈ જશે.

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *