Gandhinagar News : ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા, જુઓ Video
- GujaratOthers
- September 22, 2024
- No Comment
- 18
ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એવરલોડ રેતીનું વહન કરતા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગે પેથાપુર ચોકડીથી 5 માટીના ઓવરલોડ ડમ્પર ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 2 ડમ્પર અન્ય વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગે ડમ્પર સહિત રુપિયા 1.75 કરોડના મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો છે.
બીજી તરફ અમરેલીમાં ભાજપ નેતાએ ખનીજ ચોરી અને દારૂની પોલ ખોલી છે. વિપુલ દુધાતે ખનીજ ચોરી અને દારૂ અંગે સાંસદને પત્ર લખ્યો હતો. ક્રાકચ-લીલીયા રોડ ઉપર વિપુલ દુધાતે રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યુ હતુ.
મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવ્યા હતા. ખનીજ ચોરી અને દારૂનું વેચાણ થતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યુ હોવાનું વિપુલ દુધાતે આરોપ લગાવ્યો છે.